લો બોલો હવે જંગલમાં પ્રાણીઓ વચ્ચે એડવેન્ચર કરતા જોવા મળશે PM મોદી

ડિસ્કવરી ચેનલના જાણીતા શો મેન vs વાઇલ્ડમાં દેશના વડાપ્રધાન પીએમ નરેન્દ્ર મોદી પણ દેખાશે. આ શોના હોસ્ટ અને સ્ટાર બેયર ગ્રિલ્સે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી આ આ વીશે માહિતી આપી છે. તેણે લખ્યું કે ભારતના વડાપ્રધાન મોદી સાથે \એક ખાસ કાર્યક્રમ શૂટ કરવામાં આવ્યો છે. આ શોમાં પીએમ મોદી બેયર સાથે ભારતની વિશાળ પ્રાકૃતિક વિવિધતા અને પ્રકૃતિના સંરક્ષણ ઉપાય પર ચર્ચા કરતા નજરે ચડે છે. શોનું એક વીડિયો પણ સાથે જ ટ્વિટ કર્યું છે.

Loading...

બેયરે લખ્યું કે 180 દેશના લોકો ટૂંક સમયમાં જ વડાપ્રદાન મોદીના વ્યક્તિત્વની અજાણી વાતોથી પરિચિત થશે. એપિસોડમાં પીએમ મોદી બતાવશે કે કઈ રીતે ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે અભિયાન ચલાવાય છે. મેન vs વાઇલ્ડમાં મારી સાથે વડાપ્રદાન મોદીને ડિસ્કવરી પર 12 ઓગસ્ટના રોજ જોઈ શકશો.

વીડિયોમાં નરેન્દ્ર મોદી અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. જંગલની વચ્ચે બેયર સાથે ફરતા મોદી  મજાકમસ્તી કરતા અને ચર્ચા કરતા જોવા મળે છે. આ શો માં જે રીતનું કામ હોય છે એ રીતે મોદી કામ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ સ્પોર્ટ્સ ડ્રેસમાં બેયર ગ્રિલ્સ સાથે નાનકડી નાવ દ્વારા નદી પાર કરતા અને પર્વત પણ ચઢતા જોવા મળે છે. શિકાર અને બીજા કામો માટે ગ્રિલ્સ પોતાના શોમાં જંગલમાં રહેલી વસ્તુઓથી જ સાધનો બનાવે છે જે પણ વીડિયોમાં જોઈ શકાય છે.

આ શો મેન vs વાઇલ્ડ દુનિયાના સૌથી લોકપ્રિય શોમાંથી એક ગણાય છે. જેમાં દુનિયાના અનેક મોટા ચહેરા આવી ચુક્યા છે. શો દુનિયાની અનેક ભાષાઓમાં ડબ થાય છે. આ શોમાં બરાક ઓબામા પણ ભાગ લઈ ચૂક્યા છે. ઓબામા અને ગ્રિલ્સે અલાસ્કન ફ્રન્ટિયર પર ચઢતા ચઢતા શો કર્યો હતો.  ઓબામાએ ક્લાઇમેટ ચેન્જ અને વનજીવો જેવા સંરક્ષણના મુદ્દા અંગે ચર્ચ કરી હતી.

Loading...