કલમ-370 મુદ્દે સોશિયલ મીડિયામાં શ્રાવણના સોમવારની ચર્ચા કેમ થઇ રહી છે જાણો

ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે.મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો છે. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ અલગ કરી દેવામાં આવ્યું છે. લદ્દાખને વિધાનસભા વગરના કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જમ્મુ-કાશ્મીરને અલગથી કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે. જ

Loading...

જો કે સોશિયલ મીડિયા પર આ ઐતિહાસિક નિર્ણયની સાથે એક રસપ્રદ ચર્ચા શ્રાવણના સોમવારની થઈ રહી છે. લોકો આ નિર્ણયને શ્રાવણના સોમવાર સાથે જોડીને ભગવાન શિવને તેનું શ્રેય આપી રહ્યા છે અને ફોટો પોસ્ટ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પહેલા, બીજા અને હવે ત્રીજા શ્રાવણના સોમવારવિશે એક અલગ જ ચર્ચા શરૂ થઈ છે. લોકો લખે છે કે 22 જુલાઈ સોમવારના રોજ ચંદ્રયાન-2નું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તે શ્રાવણનો પહેલો સોમવાર હતો. 5 ઓગસ્ટના રોજ શ્રાવણનો ત્રીજો સોમવાર છે.લોકો ઐતિહાસિક નિર્ણયને શ્રાવણના સોમવાર સાથે જોડીને સોશિયલ મીડિયા પર ચર્ચા કરી રહ્યા છે.લોકોના મતે શુભ કર્યો કરવા માટે સોમવાર પસંદ કરવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર તો લોકો કહી રહ્યા છે કે શ્રાવણના બીજા સોમવારે ત્રણ તલાક બિલ પાસ કરવામાં આવ્યું હતું પણ હકીકતમાં તે બિલ મંગળવારે 30 જુલાઈના રોજ પાસ થયું હતું. લોકોએ શ્રાવણના સોમવારની આસપાસ ત્રણ તલાક બિલ પાસ થવાના કારણે તેને પણ આ સાથે જોડી દીધું છે.સોશિયલ મીડિયા પર યૂઝરે લખ્યું કે શ્રાવણનો પહેલો સોમવાર, ચંદ્રયાન-2નું પરીક્ષણ, શ્રાવણનો બીજો સોમવાર ત્રણ તલાક બિલ પાસ, શ્રાવણનો ત્રીજો સોમવાર- આર્ટિકલ 35A અને આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા.

Loading...