તો શું અમિત શાહ 15 ઓગસ્ટે શ્રીનગરમાં ત્રિરંગો લહેરાવશે?

કાશ્મીરમાં 370ની કલમ હટાવ્યા બાદ ભારે ગરમ માહોલ છે. આખા કાશ્મીરમાં આર્મી તૈનાત કરી  દેવાઈ છે ત્યારે ગઈકાલે સોમવારે બકરીઈદની શાંતિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. જો કે અમુક વિસ્તારોમાં પ્રદર્શન અને પથ્થરમારાના બનાવો બન્યા હતા. ગૃહમંત્રાલયે કહ્યું કે બારામૂલા જામા મસ્જિદમાં 10 હજાર લોકો ઈદની ઉજવણી માટે પહોંચ્યા હતા. હવે 15 ઓગસ્ટ નજીક છે અને તેનું આયોજન સેના માટે ખુબ જ અઘરું માનવામાં આવે છે કેમ કે  આઈબી એ તો આતંકી હુમલાના ઇનપુટ પણ આપ્યા છે.

Loading...

આ બધા વચ્ચે એવું માનવામાં આવી રહયું છે કે ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવા માંગે છે.જોકે આ વિશે સ્થાનિક અધિકારીઓનું માનવું છે કે આ 15 ઓગસ્ટે અમિત શાહે અહીં  આવવું એ ઠીક નથી.સેના સુરક્ષાના કારણોસર કદાચ અમિત શાહ ને ત્રિરંગો લેહેરાવવાની પરવાનગી ન પણ આપે.

કાશ્મીરનો લાલચોક દર વર્ષે ચર્ચામાં રહેતો હોય છે પણ આ વખતે તે સુમસામ છે.કર્ફ્યુના કારણે બજારો પણ શરૂ થયા નથી. 500 મીટરના અંતરથી જ સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસથાને પાર કરવી અને અહીંની તસવીર લેવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે. દર 15 ઓગસ્ટે લાલ ચોક પર કડક સુરક્ષા રાખવામાં આવે છે પણ જો અમિત શાહ ત્રિરંગો લહેરાવવા આવશે તો સુરક્ષા અનેક ગણી વધારવી પડે તેમ છે.

કાશ્મીરમાં બહારથી આવેલા લોકો પલાયન કરી રહ્યા છે.બહારના લોકો અને ખાસ કરીને યુપી-બિહારથી કાશ્મીરમાં આવેલા 50 હજાર લોકો પાછા જઈ ચૂક્યા છે. જે લોકો કાશ્મીરમાં રહી ગયા છે તે પણ હવે કાશ્મીર છોડવાનો પ્લાન કરી રહ્યા છે.

પ્રોટોકોલ મુજબ, ગૃહ પ્રધાનનો પ્રવાસ અંતિમ ક્ષણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને સેન્ટ્રલ Industrialદ્યોગિક સુરક્ષા દળ સહિત સરકારના સંકલન એજન્સીઓ સાથે શેર કરવામાં આવ્યો છે. સુરક્ષા નિષ્ણાતો માને છે કે જો શાહ સ્વતંત્રતા દિવસ પર લાલ ચોકથી ત્રિરંગો ફરકાવે છે તો તે પાકિસ્તાન અને દેશમાંથી નીકળેલા આતંકવાદી જૂથોને જોરદાર સંદેશ આપી શકે છે.

Loading...