14-15 ઓગસ્ટે રાજ્યના આ વિસ્તારમાં હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને ઠેર ઠેર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અમુક જગ્યાએ ખેતી લાયક વરસાદ પડવાથી ખેડૂતો ખુશ છે તો અમુક જગ્યાએ વધુ પડતા વરસાદને કારણે લોકોને ખુબ જ તકલીફ પડી રહી છે.ગયા અઠવાડિયે ધોધમાર વરસાદ વરસ્યા બાદ ચોમાસાએ હવે થોડો વિરામ લીધો છે. જોકે, આગામી 14-15 ઓગસ્ટના રોજ ચોમાસુ ફરી સક્રીય થઈ શકે છે.એવી હવામાન વિભાગે આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમને જણાવી દઈએ કે આ બંને દિવસોમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. વધુમાં વાત કરીએ તો દાહોદ તેમજ મહિસાગર ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં 14-15 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી છે.

Loading...

હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજ્બ ઉત્તર ગુજરાતમાં લૉ પ્રેશર સિસ્ટમ સર્જાતા અહીં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્રારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં દરિયો પણ વધુ તોફાની રહેવાની શક્યતા હોવાથી હવામાન ખાતા દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના પણ આપવામાં આવી છે.

હવામાન વિભાએ છેક 18 ઓગસ્ટ સુધી આગાહી કરી છે અને હવામાન ખાતાએ 18 ઓગસ્ટ સુધી કરેલી આ આગાહી મુજબ રાજ્યમાં લગભગ તમામ સ્થળોએ હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના પટ્ટામાં પણ છૂટાછવાયા વરસાદની વકી છે.અહી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વાત કરીએ તો, માત્ર પોરબંદર જિલ્લા સિવાય ક્યાંય પણ વરસાદ ઓછો નથી પડ્યો.

Loading...