કળીયુગનો દાનવીર કર્ણ : પુત્રની કેન્સર ટ્રીટમેન્ટ માટે બચાવેલી રકમ પૂર પીડિતોને દાન કરી દીધી..

અત્યારે ભારે વરસાદની મોસમ છે ત્યાં દેશના રાજ્ય સહિત અનેક રાજ્યોની જેમ કેરળ પણ પૂરની પરિસ્થિતિનો ભારે સામનો કરી રહ્યું છે.અહી ઉલ્લેખનીય છે કે ભારે વરસાદે કેરળને પણ પોતાની બન માં લઈને ધમરોળ્યું છે અને ખુબ જ તબાહી મચાવી છે. અહી હજારો લોકોને રીલીફ કેમ્પમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે અહી લોકો પાસે પૂરતુ ખાવા-પીવા માટે પણ કઈ નથી. જયારે કપડા અને પ્રાથમિક જરૂરિયાતની અન્ય ચીજ વસ્તુઓ માટે લોકો ખુબ જ વલખા મારી રહ્યા છે. અહી ઉલ્લેખનીય છે કે આખા દેશમાંથી લોકો રીલીફ ફંડમાં પૈસા દાન પણ કરી રહ્યા છે.સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે ગયા વર્ષે પણ કેરળે અત્યાર સુધીના સૌથી ભયાનક પૂરનો સામનો કર્યો હતો.

Loading...

ભારતમાં માનવતાની કોઈ કમી નથી એતો આપણે સૌ કોઈ જાણીએ છીએ.એટલે આવી વિકરાળ પરિસ્થિતિમાં સામાન્ય લોકો પણ પોતાના થી બનતી યથાશક્તિ તમામ પ્રકારની મદદ કરી રહ્યા છે. ઘણા લોકોએ તો ઈમર્જન્સીની પરિસ્થિતિ માટે બચાવી રાખેલી બચત પણ પૂર પીડિતો માટે દાન કરી દીધી છે અને પૂળ પીડિત લોકોન્મે મદદ કરવાના તમામ પ્રયાસો કર્યા છે.પણ અહી ખાસ આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો છે.તમને જણાવી દઈએ કે એક પિતાએ તેના બાળકની કેન્સર ટ્રીટમેન્ટ માટે બચાવેલી રકમ પણ પૂર પીડિતોને દાન કરી હતી અને એની આ માનવતા જોઇને લોકો સોસીયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે અનસ અસના એ કેરળના અદૂર શહેરના રહેવાસી છે.અને તેમનો પુત્ર કેન્સર સામે જિંદગી અને મોતનો જંગ લડી રહ્યો છે. અહી ઉલ્લેખનીય છે કે પિતા તેના પુત્ર માટે કેન્સર ટ્રીટમેન્ટ માટે પૈસા બચાવી રહ્યા હતા. પરંતુ પુર પીડિતોની આ ખરાબ હાલત જોઇને તેમણે આ પૈસા કેરળના પૂરપીડિતો માટે દાન કરવાનું નક્કી કર્યું છે.વધુમાં તમને જણાવી દઈએ કે અનસના પુત્રને રિજનલ કેન્સર સેન્ટરમાં ટ્રીટમેન્ટ માટે દાખલ કરવામાં આવ્યો છે. અનસ માને છે કે પૂરમાં ફસાયેલા લોકોની પીડા તેના પરિવારની પીડા કરતા અનેક ગણી વધારે ખરાબ છે.

તમને જણાવી દઈએ કે આ સમગ્ર બાબતે ફેસબુક પોસ્ટમાં અનસે લખ્યું છે કે, “મારા પુત્રને આવતા શુક્રવારે ફરી RCC માં દાખલ કરવાનો છે. મારો પરિવારઅત્યારે ખુબ જ ભયંકર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે પરંતુ પૂરમાં ફસાયેલા લોકોની તકલીફ સામે આ મારા પરિવારની તકલીફ કંઈ જ નથી.આથી અમે ટ્રીટમેન્ટ માટે બચાવેલી તમામ રકમ ચીફ મિનિસ્ટર ડિઝાસ્ટર રીલીફ ફંડમાં ડોનેટ કરવાનું નક્કી કર્યું છે.વધુમાં એણે એ પણ લખ્યું હતું કે આપણું કેરળ આ મુસીબતની ક્ષણમાંથી બહાર આવી જશે”

અહી ઉલ્લેખનીય છે કે તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી અને ઘણા લોકોએ તેના પર કોમેન્ટ કરી હતી અને સાથે સાથે તેના પુત્રને સપોર્ટ આપવાની તૈયારી પણ દર્શાવી હતી. અમુક લોકોએ હેલ્થ મિનિસ્ટર કે.કે શૈલજાનું આ તરફ ધ્યાન દોરવાનું વચન પણ આપ્યું હતું.આ સમગ્ર ઘટના જોઇને આપણને થઇ જાય છે માનવતાની મિસાલ કેટલી હદે હોઈ શકે છે પોતાનાને મુકીને પારકા ને બચાવવા એ ભગવાન સિવાય કોઈ ના કરી શકે.

Loading...