ટ્રાયલ રૂમમાં ગોઠવ્યો હતો કેમેરા, યુવતી અંદર ગઈ અને પછી થયું આવું…

આપણે કપડાં ખરીદવા જઈએ ત્યારે મોલ, દુકાનોમાં ટ્રાયલ રૂમમાં જતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત ટ્રાયલ રૂમમાં કેમેરા પકડાતા આવ્યા છે. આવો જ એક કિસ્સો નાગપુરમાં બન્યો હતો. નાગપુરના એક શોરૂમના ટ્રાયલ રૂમમાં કપડા ચેન્જ કરવા ગયેલી યુવતીનો વિડીયો બનાવવાનો મામલો સામે આવ્યો છે.પણ આમાં તો યુવતીએ હિંમત બતાવી અને આરોપીઓને જેલ ભેગા કરી દીધા હતા.

Loading...

નાગપુરમાં કપડાના એક શો રૂમમાં આવેલી યુવતીએ કપડા પસંદ કર્યા અને ફિટિંગ જોવા માટે તે ટ્રાયલ રૂમમાં ગઈ. પણ ટ્રાયલ રૂમમ કેમેરો સંતાડેલો જોઈને તે ચોંકી ગઈ હતી. ખરેખર કેમેરા તરીકે મોબાઈલના કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને એક ખૂણામાં સંતાડેલો હતો. યુવતીએ તરત જ મોબાઈલ ચેક કરતા જોયું તો તેમાં વિડીયો રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું.  ખુદ પોતાનો પણ વિડીયો રેકોર્ડ થયો હતો.બાદમાં યુવતી મોબાઈલ લઈને પોલીસ સ્ટેશન પહોંચી અને બધું બતાવ્યું તપ પોલીસે શોરૂમ પર જિનને તપાસ કરી.

તપાસ કરતા માલુમ પડ્યું કે આ મોબાઈલ શોરૂમમાં જ કામ કરનારા એક વ્યક્તિનો હતો. પોલીસે તેની ધરપકડ કરી તો એણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. સમગ્ર મામલે પોલીસે તે કર્મચારી અને દુકાન મલિક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

Loading...