રાજકોટમાં વનવિભાગે જપ્ત કરેલા સર્કસના હાથી પાંચ દિવસમાં અધધધ આટલા રૂપિયાનું ખાવાનું ખાઈ ગયા..

આપણા ગુજરાતમાં એક વિચિત્ર અને આશ્ચર્ય જનક કિસ્સો સામે આવ્યો છે તમને જણાવી દઈએ કે રાજકોટમાં આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ આશ્ચર્ય જનક કિસ્સામાં તમને જણાવી દઈએ કે રાજકોટના વન વિભાગે ગ્રેટ ગોલ્ડન સર્કસ પર દરોડો પાડ્યો હતો અને તેમની પાસેથી હાથી, પોપટ, કૂતરાં અને બકરા સહિતના ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓને કબજે કરી લીધા હતા. અને આ સમગ્ર ઘટનામાં પકડાયેલા પ્રાણીઓમાંથી બે હાથી હવે વિભાગ માટે મુશ્કેલીનો વિષયબની ગયા છે. અહી ઉલ્લેખનીય છે કે વન વિભાગની કાર્યવાહી બાદ કબજે કરેલા પશુઓને ઝૂ વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવ્યા હતા. પરંતુ હવે બે માદા હાથીઓને રાખવાની વન વિભાગે ના પાડી છે.

Loading...

તમને જણાવી દઈએ કે જરૂરી વ્યવસ્થાના અભાવે વન વિભાગે સર્કસ સ્થળ પર જ તંબુ મૂકીને હાથીઓની સંભાળ લેવાનું શરૂ કરી દીધું છે. અહી ઉલ્લેખનીય છે કે આ સંભાળ માટે બે સુરક્ષાકર્મીઓને પણ અહી તૈનાત કરવામાં આવ્યા છે. અહી મહત્વની વાત એ છે કે જેમાં વિભાગ દ્વારા છેલ્લા પાંચ દિવસમાં હાથીઓ પર 85 હજારનો ખર્ચ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે તેમના આહારમાં જ ખાલી 35 હજાર રૂપિયા તો ખર્ચ કરવામાં આવ્યા છે.

અને વધુમાં તમને જણાવીએ તો તે જ સમયે, સર્કસે વન વિભાગની સામે જ હાથીના પાલતુનું પ્રમાણપત્ર પણ રજૂ કર્યું છે. આનાથી પુષ્ટિ થઈ ગઈ છે કે આ હાથીઓ વન્યપ્રાણી કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. અને આવી સ્થિતિમાં વન વિભાગે સર્કસને કહ્યું છે કે તેઓ આ હાથીઓને પાછા લઇ શકે છે.

આ સમગ્ર ઘટનામાં રાજકોટના આરએફઓ એવા એસ.એ.પંડ્યાએ જણાવ્યું હતું કે, હાથીઓને રાખવા માટે વિભાગ પાસે અત્યારે જગ્યા નથી.અને તેથી તેઓને સુરક્ષા સાથે તંબુમાં જ રાખવામાં આવ્યા હતા.વધુમાં એમણે જણાવ્યું હતું કે વિભાગે બંને હાથીઓને ખવડાવવા માટે ત્રણ પ્રકારના ઘાસ પણ એકઠા કરાવામાં લાગ્યા છે. જેમાં દરરોજ સાત હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. હાથી સ્નાન માટેની પણ અહી વ્યવસ્થા કરવામાં આવી છે.

Loading...