ગુજરાતના આ ખ્યાતનામ કલાકારો આજે ભાજપમાં જોડાયા, ઉર્વશી રાદડિયા સહિત કોણ કોણ જોડાયું જાણો

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.રાષ્ટ્રીય સ્તરે પણ સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં અનેકે ખ્યાતનામ હસ્તીઓ ભાજપમાં જોડાઈ ચુકી છે. થોડા સમય પહેલા જ ગુજરાતની ગાયિકા કિંજલ દવે, એશ્વર્યા મજમુદાર અને અરવિંદ વેગડા ભાજપમાં જોડાયા હતા. ત્યારે આજે ગાંધીનગરના કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ગુજરાતના કેટલાય ક્લાકારો ભાજપમાં જોડાયા હતા.

Loading...

આજે કમલમ્ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની હાજરીમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર ઘનશ્યામ લાખાણી, ઉર્વશી રાદડિયા, હિતેશ અંટાળા ભાજપમાં જોડાયા હતા. આ સિવાય દેવાંગી પટેલ, કિરણ ગજેરા, સંજય ધામલિયા, અલ્પેશ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.ગુજરાતના તમામ નામી-અનામી કલાકારોએ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી દ્વારા 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય સ્તરે સદસ્યાતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના લોકોને પાર્ટીમાં જોડવામાં આવી રહ્યાં છે. આજે સંગીત અને હાસ્યકલાકર ભાજપમાં જોડાયા હતા.

Loading...