શ્વેતા તિવારીની દીકરીએ છેવટે મૌન તોડ્યું, બંધ દરવાજા પાછળ શું શું થાય છે તે બધું જ પોસ્ટ કરીને જણાવ્યું..

બોલીવુડમાં રોજ નવાજૂની થતી હોય છે કોઈને કોઈ એક્ટ્રેસ કે એક્ટર કોઈ નિવેદન કે ફોટોને લઈને ચર્ચામાં આવતા જ હોય છે તમને જણાવી દઈએ ક આજે શ્વેતા  તિવારી ચર્ચામાં છે શ્વેતા તિવારી એ પોતાના પતિ અભિનવ કોહલી પર દીકરી પલક સાથે મારઝૂડ કરવાનો આરોપ લગાવ્યો છે.શ્વેતાએ એના માટે પોલીસ ફરિયાદ પણ કરી હતી અને પોલીસને કરેલી ફરિયાદમાં શ્વેતાએ એમ પણ લખ્યું છે કે અભિનવે 2017 માં પલકને મોબાઈલ પર અશ્લીલ તસવીરો પણ દેખાડી હતી.અહી ઉલ્લેખનીય છે કે શ્વેતાની ફરિયાદ બાદ અભિનવને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને તેની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

Loading...

શ્વેતા તિવારીની દીકરી પલકે હવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને બંધ દરવાજા પાછળ શું થતું હતુ તેનો બધો ખુલાસો કર્યો છે. પલકે આ ખુલાસો કરતા લખ્યું હતું કે, “મારી ચિંતા કરવા બદલ અને સપોર્ટ આપવા બદલ આભાર. હું અમુક ચીજોની સ્પષ્ટતા કરવા માંગુ છું.એણે લખ્યું હતું કે મીડિયાને હકીકતની ખબર હોતી નથી અને ખબર પડશે પણ નહિ. હું પલક તિવારી અનેક વાર ઘરેલુ હિંસાનો ભોગ બની છું, મારી માતા શ્વેતા તિવારી નહિ.વધુમાં એણે લખ્યું હતું કે પોલીસ ફરિયાદ નોંધાઈ તે દિવસને બાદ કરતા તેણે ક્યારેય મારી માતાને માર્યું નથી.”

તમને જણાવી દઈએ કે પલકે વધુમાં જણાવ્યું હતું કે, “વાચક તરીકે તમારા માટે એ આ ભૂલી જવુ આસાન છે કે તમને હકીકત હજી ખબર નથી, દરવાજા પાછળ ખરેખર શું ચાલે છે અને મારી માતાએ બંને લગ્નમાં કેટલો સંઘર્ષ અને દુઃખ વેઠ્યા છે. અહી તમે કોઈના ઘર-પરિવાર વિષે લખી રહ્યા છો, કોઈના જીવન વિષે ચર્ચા પણ કરી રહ્યા છો. વધુમાં જણાવીએ તો તમારામાંથી ઘણા લોકોએ નસીબજોગે પણ આવી તકલીફોનો સામનો પણ નથી કર્યો. તો પછી તમને તમારા પૂર્વગ્રહ અને ખોટી માહિતી સાથે કોઈના જીવન અંગે ચર્ચા કરવાનો, કોમેન્ટ કરવાનો કે કોઈની પણ કોઈ પણ જાતનો ઈમેજ રંગવાનો કોઈ જ અધિકાર નથી.એણે વધુમાં લખ્યું હતું કે આ એટિટ્યુડ ખરેખર ધિક્કારને પાત્ર છે. હું મારી માતાને ખુબ જ સપોર્ટ કરુ છું. તે સૌથી મજબૂત સ્થિર છે અને ફક્ત હું જ એવી વ્યક્તિ છું જેણે તેના સંઘર્ષને દરરોજ નજરો સમક્ષ જોયો છે. આથી આ બાબતે ફક્ત મારો જ અભિપ્રાય મહત્વનો છે.”

તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે પલકે તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરી છે કે, “અભિનવ કોહલીએ ક્યારેય મને શારીરિક રીતે મોલેસ્ટ નથી કરી અથવા તો મને ખોટી રીતે ક્યારેય સ્પર્શ પણ નથી કર્યો. અને આવા પ્રકારની ખોટી વાતો ફેલાવતા પહેલા અને તેને સાચી માની લેતા પહેલા વાચક તરીકે તમારે પણ એ અંગે વિચારવું જોઈએ. વધુમે એણે લખ્યું હતું કે,જો કે તે સતત અભદ્ર અને ડિસ્ટર્બ કરી મૂકે તેવી ટિપ્પણી કર્યા જ કરતા હતા,અને તેની અસર અંગે ફક્ત હું અને મારી માતા બંને જ જાણીએ છીએ. એણે લખ્યું હતું કે કોઈપણ સ્ત્રીને આવી વાતો સાંભળવી પડે તો તેને ખુબ જ ગુસ્સો આવશે અને તે ચીડાઈ પણ જશે. એવા શબ્દો જે કોઈપણ સ્ત્રીની ડિગ્નીટી સામે પ્રશ્ન ઉઠાવે, જે તમે ક્યારેય કોઈ પુરુષ પાસેથી નથી સાંભળવા માંગતા, ખાસ કરીને તમારા પિતા પાસે.”

અહી ઉલ્લેખનીય છે કે પલકે એની આ લાંબી પોસ્ટમાં લખ્યું હતું કે, “સોશિયલ મીડિયાથી અમારી લાઈફ જોઈને કે છાપામાં અમારા વિષે વાંચીને તમને ફક્ત અમારી સ્ટ્રગલ વિષે ખબર જરૂર પડે છે પરંતુ એટલી બધી તો નહિ કે તમે તેના પર કોમેન્ટ કરી શકો.વધુમાં એણે એ પણ ઉમેર્યું હતું કે આજે એક દીકરી તરીકે મને કહેતા ગર્વ અનુભવ થાય છે કે મારી માતા સૌથી વધુ સન્માનનીય વ્યક્તિ છે, તે સ્વાવલંબી છે અને તેને ક્યારેય કોઈ પુરુષ પર નિર્ભર રહેવાની કોઈ જરૂર નથી પડી અને અમે જે બે પરિવારનો હિસ્સો બન્યા છે તેમાં તેણે પુરુષની જગ્યા લીધી છે.”

Loading...