આવતીકાલે હાર્દિક પટેલ અને 300 બહેનો પૂર્વ IPS સંજીવ ભટ્ટને રાખડી બાંધવા જેલમાં જશે

પાલનપુરના એનડીપીએસ કેસ મામલે આઇપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર હાલમાં જેલમાં છે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે.સંજીવ ભટ્ટને મોદી વિરોધી હોવાના કારણે મુશ્કેલી પડી હોવાનું તેમના નજીકના લોકો કહી રહ્યા છે. એવામાં આવતીકાલે સંજીવ ભટ્ટને 300 બહેનો રાખડી બાંધવા માટે જેલમાં જવાની છે. આપને જણાવી દઈએ કે સંજીવ ભટ્ટ માટે દેશ વિદેશમાંથી 25 હજાર રાખડીઓ આવી છે. આ  ઉપરાંત પાટીદાર અનામત આંદોલન ના નેતા અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ પાલનપુર જેલમાં જશે.કસ્ટોડીયલ ડેથ મામલે સંજીવ ભટ્ટ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

Loading...

આ ઉપરાંત સંજીવ ભટ્ટને 2011માં રાજ્ય સરકાર દ્વારા ફરજ પર ગેરહાજર અને સરકારી વાહનના  દૂરઉપયોગ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2015માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે તેમને ફરજ પરથી મુક્ત કરવાની ભલામણ કરી હતી ત્યારબાદ તેઓને ફરજ પરથી મુક્સ્ટ કરી દેવાયા હતા.બાદમાં સંજવ ભટ્ટ નરેન્દ્ર મોદી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લખાણ લખીને હંમેશા વિવાદમાં રહેતા હતા.

 

Loading...