સુરતમાં કારખાનેદારનું રહસ્યમય મોત, હાથ બાંધેલા અને ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ

સુરત: મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીના કારખાનામાં લુમ્સના કારખાનેદારની લાશ  મળી આવી હતી. નવાઈની વાત એ છે કે તેના બન્ને હાથ પાછળથી બાંધેલા હતા અને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોવાનો વિચિત્ર કિસ્સો બહાર આવ્યો છે. મૃતદેહને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ પણ આશ્ચર્યમાં પડી ગયા છે કે આવી રીતે કેમ કોઈ આપઘાત કરી શકે.

Loading...

પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની રાત્રે સામે આવી હતી. એક વ્યક્તિએ પોતાના  કારખાનાના ગોડાઉનમાં બન્ને હાથ પાછળથી બાંધીને નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ લીધો હતો. મૃતક કલ્પેશ રાજેન્દ્ર પ્રસાદ સુરતમાં કેશવનગર એપાર્ટમેન્ટ ભટારનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મૃતકના ખીસ્સામાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે મારા આપઘાત પાછળ હું પોતે જ જવાબદાર છું, આમાં કોઈ જવાબદારી નથી.

કલ્પેશ જુડવા ભાઈ સાથે સુરત કાકા ને ત્યાં રહેતો હોવાનું અને તેની સવા મહિના પહેલા જ સગાઈ થઈ હોવાનું બહાર આવ્યું છે. બન્ને ભાઈઓ સુરત કાકા ને ત્યાં રહી ભાડા પર લુમ્સ નું કારખાનું ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. જો કે  આ આપઘાત છે કે બીજું કી તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Loading...