NewshealthIndiaInternational

કોવિશીલ્ડ રસી મામલે કંપનીનો મોટો નિર્ણય: આખી દુનિયામાંથી રસી મંગાવી પરત,વેચાણ બંધ

થોડા દિવસો પહેલા જ આ ફાર્માસ્યુટિકલ કંપની AstraZeneca એ કોર્ટમાં રસીની ખતરનાક આડઅસર વિશે કબૂલ્યું હતું. તમને જણાવી દઈએ કે AstraZeneca વેક્સીનનો ઉપયોગ ભારતમાં Covishield નામથી થતો હતો. જો કે કંપનીએ આ રસીને બજારમાંથી હટાવવા પાછળ કેટલાક અન્ય કારણો આપ્યા છે.

બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાંથી તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસી પણ છે. બજારમાંથી રસી પાછી ખેંચવા માટેની અરજી 5 માર્ચે કરવામાં આવી હતી, જે 7 મેના રોજ અસરકારક બની હતી. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી. તેના સૂત્રનો ઉપયોગ કરીને, સીરમ સંસ્થા ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવે છે.

AstraZenecaએ મંગળવારે કહ્યું હતું કે બજારમાં જરૂરિયાત કરતાં વધુ રસી ઉપલબ્ધ છે, તેથી કંપનીએ તમામ રસીઓ બજારમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા કંપનીએ પણ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર પણ છે. જેમ કે રસીને કારણે લોહી ગંઠાઈ જવું અને લોહીના પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો.

તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 220 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.