VadodaraGujarat

વડોદરામાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મોત, પતિએ પોલીસ જાણ બહાર બન્નેના અંતિમસંસ્કાર કર્યા અને પછી….

વડોદરાના તરસાલી વિસ્તારથી મોટા સમાચા સામે આવ્યા છે. આ વિસ્તારમાં પરિવારને શેરડીના રસમાં ઝેર આપી દેતા પિતા અને પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ પતિ દ્વારા બન્નેના પોલીસની જાણ બહાર અંતિમસંસ્કાર કરી નાખવામાં અવ્યા હતા. જ્યારે પુત્રને સયાજી હોસ્પિટલમાં આઇસીયુમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછ પછી ઝેર પિવડાનાર પરિવારના મોભી દ્વારા ઝેર પી લેતાં તેમને પણ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

જાણકારી અનુસાર, વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેનાર સોની પરિવારના મોભી ચેતનભાઈ દ્વારા શેરડીના રસમાં ઝેર ભેળવી પરિવારને પીવડાવી દેવામાં આવ્યું હતું. જેમાં ચેતનભાઈની પત્ની બિંદુબેન સોની અને પિતા મનોહરલાલ સોનીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યાર બાદ ચેતનભાઈએ પોલીસને જાણ કર્યા વગર જ બન્નેના અંતિમસંસ્કાર કરી દીધા હતા. જ્યારે ચેતનભાઈનો પુત્ર આકાશ સોની હાલ સયાજી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રહેલ છે

આ મામલામાં પોલીસ દ્વારા જ્યારે ચેતનભાઈની પૂછપરછ કરવામાં આવી તો તેમણે પણ ઝેર પી લીધું હતું. તેના લીધે તેમને સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા ચેતનભાઈ સામે 302 ની કલમ દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ સિવાય ઘર બહાર ઝાળીએ ચેતનભાઈના પિતા મનોહરભાઈ અને પત્ની બિંદુબેનનાં અસ્થિના કળશ બાંધેલા હતા.

તમને જણાવી દઈએ કે, શેરડીના રસમાં પોટેશિયમ સાઇનાઇટ ભેળવી દેવાયું હતું. પાડોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તે છેલ્લા પાંચ વર્ષથી ભાડે રહી રહ્યા હતા, ક્યારેય પણ કઈ ઝઘડો કે કાંઈ સાંભળવા મળ્યું નહોતું.