SaurashtraGujaratRajkot

હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું ઘડનાર મૌલવીની સુરત થી ધરપકડ, પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે. એવામાં સુરતમાં હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપનાર મૌલાનાની સુરત ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

તમને જણાવી દઈએ કે, આ મોલાનાની વાત કરીએ તો તેનું નામ મહમદ સોહેલ ઉર્ફે મોલવી ટીમોલ રહેલ છે અને તે સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલ સ્વાગત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહી રહ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ચોક બજાર ભરી માતા ફૂલવાડી ખાતેથી આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી ઈસમની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મોલાનાની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણકારી સામે આવી છે કે, તે લસકાણ અને ડાયમંડ નગરમાં ધાગા કટીંગની ફેક્ટરીમાં મેનેજર રહેલા છે. આ સિવાય મુસ્લિમ બાળકોને ઇસ્લામ ધર્મ અંગેનું જ્ઞાન પણ ખાનગી રીતે તેમના દ્વારા આપવામાં આવે છે.

આ સિવાય મૌલાનાની પ્રાથમિક પૂછપરછમાં જાણકારી સામે આવી છે કે, તેનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી પાકિસ્તાનના ડોગર તેમજ નેપાળના શહેરના જ નામના ઈસમ સાથે રહેલો હતો. આ બંને ઈસમો મોલાનાનો સંપર્ક વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી કરતા રહેતા હતા અને ભારતમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા જે નિવેદનો આપવામાં આવતા હતા તેવા નેતાઓને સીધા કરવાની જરૂરીયાત છે. આવી ઉશ્કેરણી જનક વાતો કરીને મૌલવીને હિન્દુવાદી સંગઠનના અગ્રણીઓને ધમકી આપવાનું જણાવતા હતા.

તે કારણોસર મૌલવી દ્વારા ઇન્ટરનેશનલ સીમકાર્ડ ગેરકાયદેસર રીતે મેળવીને મોબાઇલમાં વોટ્સએપ બિઝનેસ એક્ટિવ કરી તે હિન્દુવાદી નેતાઓને ધમકી આપતા રહેતા હતા. સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને મૌલવી દ્વારા ધમકી અપાઈ હતી. તેના સિવાય હૈદરાબાદના હિન્દુનેતા રાજાસિંગ તેમજ ન્યુઝ ચેનલના એડિટર ઇન ચીફ અને નુપુર શર્માને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવાનું કાવતરું આ ઈસમો રચી રહ્યા હતા. જ્યારે મૌલાનાના મોબાઇલમાંથી જે ચેટ મળી આવેલ છે તેમાં પોલીસને જાણકારી મળી છે કે, ઉપદેશ રાણાને મારી નાખવા માટે પાકિસ્તાનથી ગન મગાવવા માટેનો શોદો થઈ રહ્યો હતો અને પાકિસ્તાનથી જલ્દી મોકલવામાં આવે તેવી વાત મૌલાના દ્વારા કરાઈ હતી. આ સિવાય આ ઘટનાને અંજામ આપવા માટે એક કરોડ રૂપિયા પણ કોઈને આપવાની વાત કરવામાં આવતી હોવાનું પોલીસને સામે આવ્યું છે. આ મામલામાં અન્ય તપાસ એજન્સીઓની પણ મદદ સુરત પોલીસ દ્વારા લેવાશે.