Loading...
healthStory

તડકામાં બહાર નીકળતા પહેલા આટલું કરી લો….નહીં લાગે લૂ

ઉનાળો આકરો બનતા જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે સાથે જ સ્કીન સંબંધિત સમસ્યાઓ અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. લોકોને તડકામાં ફરવાનું થતું હોય તેમને લૂ લાગવાની સંભાવના છે. લૂ લાગવાનું મુખ્ય કારણ ડિહાઈડ્રેશન છે. ભરબપોરે કે દિવસ દરમિયાન તડકામાં ઘરની બહાર નીકળાવાનું થાય તો આટલું ચોક્કસ ધ્યાન રાખો.

Loading...

વાત જ્યારે હીટ સ્ટ્રોકની નીકળે તો સૌથી પહેલું નામ ડુંગળીનું યાદ આવે. લૂ સામે રક્ષણ આપવામાં ડુંગળી મદદરૂપ છે. પગ, કાન, છાતી અને પગ પર ડુંગળીનો રસ લગાવો. આ સિવાય તમે ઈચ્છો તો ડુંગળીનો રસ મધ સાથે ભેળવીને પણ પી શકો છો.

મગને હીટ સ્ટ્રોક માટે અસરકારક માનવામાં આવે છે. એક કે બે કપ પાણીમાં મગ ઉકાળી લો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી દો. ત્યાર બાદ આ પાણી પી લો. ગરમીમાં દરરોજ આ પાણી પીવું જોઈએ.

હીટ સ્ટ્રોક કે લૂથી બચવા માટે આંબલી પણ ફાયદાકારક છે. હીટ સ્ટ્રોકના લક્ષણો દેખાય તો આંબલીનો જ્યૂસ પીવો. આ જ્યૂસ તૈયાર કરવા માટે આંબલીના થોડા ટુકડા એક-બે ગ્લાસ પાણીમાં ઉકાળી લો.  થોડું મધ કે ખાંડ અને થોડો લીંબુનો રસ ઉમેરો. હવે આ પાણી પી લો. આંબલી ડિહાઈડ્રેશનના કારણે શરીરમાં ઉદ્ભવેલી જરૂરી પોષક તત્વોની ઉણપ દૂર કરે છે.છાશનું દરરોજ સેવન કરશો તો પણ લૂ લાગવાથી બચી શકશો.

Loading...
Loading...
Back to top button
Close