Loading...
healthIndia

જીમમાં ગયા વિના આ યુવતીએ ઉતાર્યું તેનું વજન, જાણી લો તેની રીત

પ્રિયાંશી અગ્રવાલ નામની એન્જિનિયર યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ તેનું 15 કિલોગ્રામ વજન ઉતારીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ યુવતીની ઉંમર 26 વર્ષ છે અને તેણે 6 મહિનાના સમયગાળામાં તેનું 15 કિલોગ્રામ વજન ઉતાર્યું છે. આ પહેલા તેનું કુલ વજન 70 કિલોગ્રામ હતું. મહત્વની વાત એ છે કે યુવતીએ જીમમાં ગયા વગર જ વજન ઉતાર્યું છે.

Loading...

આ એન્જિનિયર યુવતી સવારે બ્રેકફાસ્ટમાં ઉપમા અને પરોઠા ખાતી હતી. બપોરે લંચ દરમિયાન તે 1 બાઉલ દાળ, 1 બાઉલ લીલા શાકભાજી અને 2 રોટલી ખાતી હતી અને ભાત પણ ખાતી હતી. યુવતીના જણાવ્યા સાનુસાર રાત્રે ડિનરમાં 1 બાઉલ લીલા શાકભાજીની સાથે 2 પરોઠા ખાતી હતી.  ઘણી વખત નૂડલ્સ ખાતી હતી પણ તે બધું એક પ્રમાણમાં જ લેવામાં આવતું.

પ્રિયાંશી જણાવે છે કે ખાણીપીણી પર કંટ્રોલ રાખવાની સાથે કસરત કરવાથી શરીરનું વજન સરળતાથી ઘટાડી શકાય છે. તે દરરોજ ચાલવા માટે જતી હતી અને બહારનું ખાવાનું પણ બંધ કરી નાખ્યું હતું. યુવતીના જણાવ્યા અનુસાર સાંજે 7 વાગ્યા પહેલા ડિનર લઈ લેવું જોઈએ.

Loading...
Loading...
Back to top button
Close