દારૂબંધી માટે જેમની સામે લડતા હતા એમને જ અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે આમંત્રણ આપ્યુ, જાણો વિગતે

દારૂબંધીના નામે ઠાકોર સમાજમાં પ્રચલિત થયેલા અલ્પેશ ઠાકોર હંમેશા રાજકીયરીતે કોંગ્રેસ છોડવા અને ભાજપમાં જોડાવા અંગે લોકોમાં વિવાદમાં રહ્યા છે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ લોકોમાં એવી વાત વહેતી થઇ હતી કે અલ્પેશ ભાજપમાં જોડાશે પણ અલ્પેશે કહ્યું હતું કે હું ભાજપમાં જોડાવાનો નથી પણ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ખોટો પડશે એવું અમુક લોકો માની રહ્યા છે.

Loading...

તમને જણાવી દઈએ કે અલ્પેશ ઠાકોરના અખાત્રીજ ના દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથેના ફોટા સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે,જેનાથી રાજકીય અટકળો તેજ જણાઈ રહી છે અને ભાજપમાં નાં જોડાવાની વાત કરનાર અલ્પેશ ઠાકોર ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ પણ શકે છે.

અમદાવાદ રાણીપમાં અલ્પેશ ઠાકોરના ઘરનું વાસ્તુ પૂજન નો કાર્યક્રમ હતો જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને પ્રદીપસિંહ જાડેજાની સૂચક હાજરીએ રાજકીય ગતિવિધિઓ તેજ કરી છે.દારૂબંધી માટે પ્રદીપસિંહ જાડેજા સામે લડનાર અલ્પેશ ઠાકોરે પ્રદીપસિંહને પોતાના ઘરના વાસ્તુપૂજનમાં આમંત્રણ આપીને લોકોમાં રોષ જગાવ્યો છે કેમ કે જે લડત થી અલ્પેશ જાણીતો થયો અને જેની સામે લડતો એવા પ્રદીપસિંહ જાડેજાને પોતાના ઘરે આમંત્રણ આપ્યું છે પણ દારૂબંધી હજી થઇ નથી છતાં એ લોકો સાથે અલ્પેશ જોવા મળતા લોકોમાં રોષ ચોક્કસ છે.

Loading...

અલ્પેશ ઠાકોરના વાસ્તુપુજનમાં ઠાકોરસેના ના કે કોંગ્રેસના કોઈ નેતાઓ હાજર નહોતા એટલે લોકોમાં ચર્ચા વધારે ઉપડી છે, જીતુભાઈ વાઘાણી અને પ્રદીપસિંહ ની અલ્પેશના ઘરે સૂચક હાજરી એ કંઇક રાજકીય સંકેતો આપે છે. લોકોના મતે અલ્પેશ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે.

મીડિયા સાથે વાત કરતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ મારો ઘરનો પ્રસંગ છે કોને બોક્લાવવા અને કોને નહિ બોલાવવા એ નક્કી મારે કરવાનું હોય, અલ્પેશે એમ પણ જણાવ્યું હતું કે જીતુભાઈ અને પ્રદીપસિંહ સાથે મારે સબંધો સારા છે અને એ આજના નહિ પહેલાના છે એટલે એમને આમંત્રણ આપ્યું છે અલ્પેશે એમ પણ જણાવ્યું હતું કે સીએમ રૂપાની સાથે પણ એના સારા સબંધો છેઅને કોંગ્રેસના પરેશ ધાનાણી સાથે પણ સારા સબંધો છે.

પણ લોકોમાં મહત્વની વાત એ છે કે સોસાયટીના લોકો અને વીસેક સગા-સબંધીઓને જ આમંત્રણ આપ્યું હતું તો દારૂબંધી માટે જેની સામે લડ્યા હતા એવા પ્રદીપસિંહને આમંત્રણ કેમ આપ્યું તમને એ પણ જણાવી દઈએ કે ઠાકોર સેના ને પણ આમંત્રણ આપ્યું નહોતું.મીડિયા એ વાત કરી કે તમે ઠાકોર સેના ને આમંત્રણ આપ્યું નથી તો એ નારાજ છે એના પર તમે સુ કહેશો ? ત્યારે અલ્પેશે કહ્યું કે અમારી ઠાકોરસેના નાની નથી લાખો લોકોની સેના છે અને આવી નાની વાતમાં નારાજ થાય એવી અમારી ઠાકોરસેના છે જ નહી.

Loading...
Loading...