GujaratStory

લો બોલો..! છોટાઉદેપુરમાં મહિલાઓએ લગ્નમાં કેમ આપી પાણીની ભેટ? કારણ જાણીને ચોકી જશો , જાણો વિગતે

હાલ ગુજરાતમાં  ઉનાળો આકરો છે અને ઠેર ઠેર પાણીની તંગી સર્જાઈ છે. આવા સમયમાં વડોદરાના છોટાઉદેપુરના સંખેડાના કૃષ્ણાપુરામાં  નરેશ તડવીના મંગળવારના રોજ લગ્ન હતા. લગ્ન તો હતા પણ તેમના ઘરે કઈક અલગ જ સ્થિતિ હતી. નરેશ તડવીના લગ્નમાં તેમણે એક હજાર જેટલા મહેમાનોને આમંત્રિત કર્યા પરંતુ ગામમાં વીજળી ન હોવાથી બોર વેલમાંથી પાણી કઈ રીતે ખેંચવું તે એક સમસ્યા બની ગઈ. આવી હાલતમાં પરિવારજનોએ ગામમાં ઘરે-ઘરે જઈને મહેમાનો માટે જમવાનું બનાવવા માટે પાણી માગવા જવું પડ્યું.

નરેશ તડવીએ કહ્યું કે લગભગ દરરોજ વીજળી આઉટેજ હોય છે. મોટેભાગે સાંજના સમયે થાય છે. મંગળવારના દિવસે સવારથી જ વીજળી નહોતી અને તેના કારણે બોરવેલ પણ કઈ કામમાં આવે તેમ નહોતો. ગામમાં  એક જ હેન્ડ-પેપ છે, મહેમાનો માટે ભોજન બનાવવા માટે તેમજ પીવાના પાણી માટે હેન્ડ પંપનો ઉપયોગ કરે તો પણ તેમાં ઘણા કલાક જતા રહે. જે બાદ અમે ગામમાં ઘરે-ઘરે જઈને પાણી માગ્યું હતું અને ગ્રામજનોએ પણ કોઈપણ પ્રકારની આનાકાની કર્યા વગર અમને મદદ કરી હતી.

અમને બે ડ્રમ ભરવા માટે ઘણુ પાણી મળ્યું અને કેટલીક મહિલાઓ તો વધારે પાણી આપવા માટે હેન્ડ પમ્પની લાઈનમાં પણ ઊભી રહી હતી. તે સવાર અમારા માટે ઘણી અઘરી હતી કારણ કે બપોરે જમણવાર હોવાથી મહેમાનો વહેલા આવવા લાગ્યા હતા.પાણીની ભયંકર તંગી વર્તાય રહી છે, જેના કારણે આવા ઘણા કિસ્સાજોવા મળી રહ્યા છે, જ્યાં પોતાના લગ્ન હોય તેમ છતાં યુવતીઓએ હેન્ડ પંપની લાઈનમાં ઊભા રહેવું પડે.

Back to top button