CrimeGujarat

સુરતઃ જે ઘરે આશરો આપ્યો તે જ ઘરની દીકરીને નરાધમે પીંખી નાખી

સુરતના લિંબાયત વિસ્તારમાં 32 વર્ષના પાર્સલ ડિલિવરી મેનની સગીર વયની યુવતી પર બે મહિના સુધી બળાત્કાર ગુજારવાના આરોપમાં શુક્રવારે ફરિયાદ નોંધાઈ હતી. 17 વર્ષની આ યુવતી આરોપી સની રાઠોડની સંબંધી હતી. સન્ની જ્યારે કામ માટે સુરત આવ્યો ત્યારે આ યુવતીના પરિવારે જ તેને આસરો આપ્યો હતો.

પોલીસે જણાવ્યું કે સન્ની બે મહિનાથી છોકરીને બ્લેકમેઈલ કરી રહ્યો હતો.  છોકરીની માતાને ગુરુવારે સાંજે આ વિશે જાણ થઈ તો સન્ની શહેર છોડીને ભાગી ગયો. સન્ની લિંબાયત વિસ્તારમાં રહેતી ડિવોર્સી મહિલા અને તેની બે દીકરીઓ સાથે રહેતો હતો. સન્નીને તે છોકરીની માતા સાથે પણ સંબંધ બંધાયા. તેને છોકરીના અફેર વિશે જાણ થઈ તો તે તેને પોતાની સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરવા લાગ્યો.

સન્ની ઘણીવાર તેની સાથે દુષ્કર્મ કર્યું. જ્યારે પીડિતાની નાની બહેનને આ સમગ્ર ઘટનાની જાણ થઈ તો તેણે પોતાની માતાને કહ્યું, જે બાદ સમગ્ર ઘટના સામે આવી. 6 મેએ સન્નીએ ફરીવાર પીડિતા સાથે દુષ્કર્મ કર્યું જે બાદ પોલીસને જણાવીને ફરિયાદ નોંધાવી.

Back to top button