India

ભારતને મળ્યું આ સૌથી શક્તિશાળી હેલીકોપ્ટર જે દુશ્મનોને કરશે તબાહ,જાણો એની ખૂબીઓ

અમેરિકા તરફથી ભારતને પહેલું ‘અપાચે ગાર્જિયન અટેક’ હેલીકોપ્ટર મળ્યું છે.અમેરિકાના એરિજોનામાં આવેલી પ્રોડક્શન ફેસીલીટી સેન્ટરમાં ભારતીય વાયુસેનાએ પહેલું આ શક્તિશાળી હેલીકોપ્ટર પ્રાપ્ત કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારતે અમેરિકા સાથે આવા ૨૨ અપાચે ગાર્જિયન અટેક હેલીકોપ્ટર માટે કરાર કર્યો છે.

ભારતીય વાયુસેનાએ આ મુદ્દે ટવીટ કરીને જણાવ્યું છે કે આ વર્ષે જુલાઈ મહિના સુધીમાં હેલીકોપ્ટરની પહેલી બેચ ભારત મોકલાવવાનો કાર્યક્રમ છે.એર-કૃ અને ગ્રાઉન્ડ-કૃ એ અલ્બામમાં આવેલ અમેરિકાને સેનાના ટ્રેનીંગ ફેસેલીટીમાં ટ્રેનીંગ લીધી છે.

અપાચે ગાર્જિયન વિવિધરીતે ફાઈટ કરવામાં માહિર છે.આ હેલીકોપ્ટર ૨૮૪કિલોમીટર પ્રતિ કલાકની જડપે ઉડી શકે છે. આ હેલીકોપ્ટરમાં બે હાઈ પરફોર્મન્સ એન્જીન લાગેલા છે.

હેલીકોપ્ટરમાં લેઝર,ઈન્ફ્રારેડ,અને અન્ય રાત્રીવિઝનની સીસ્ટમ લાગેલી છે. આ હેલીકોપ્ટર રાતના અંધારામાં પણ દુશ્મનોને ટાર્ગેટ કરીને હુમલો કરી શકે છે.

આ હેલીકોપ્ટરથી અત્યાધુનિક મિસાઈલો ફાયર કરી શકાય છે, સાથે સાથે ઘણી પ્રકારના ગોળા-બારૂદ ફેકવામાટે પણ આ હેલીકોપ્ટર સક્ષમ છે. દુશ્મનોની નજરમાં આયા વગર ટાર્ગેટ ને તબાહ કરી શકવામાં આ હેલીકોપ્ટર સક્ષમ છે.

 

Back to top button