7 મેના રોજ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ બોર્ડના 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. જેમાં રિચા શર્મા નામની વિદ્યાર્થિનીએ 99.25 ટકા મેળવ્યા. તે દેશની ચોથી અને રાજ્યની ટોપર છે. રિચાને સન્માનિત કરવા માટે કોલકાતા પોલીસ વિભાગે તેને એક દિવસ માટે ડેપ્યુટી કમિશનરની જવાબદારી સોંપી.
રિચા શર્મા મંગળવારે ISC બોર્ડના પરિણામમાં તેણે 99.25 ટકા મેળવ્યા છે. પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોલકાતા પોલીસ વિભાગે 8 મેના રોજ તેનું સન્માન કર્યું. વધુમાં તેણીને એક દિવસ માટે સાઉથ ઈસ્ટ ડિવિઝનની એક દિવસની ડેપ્યુટી કમિશનર બનાવી.
રિચાના પિતા રાજેશ સિંહ ગરિયાહાટ પોલીસ સ્ટેશનના એડિશનલ ઓફિસર ઈન-ચાર્જ છે. ભવિષ્ય વિશે રિચાએ કહ્યું કે, તે આગળ સમાજશાસ્ત્ર અને ઈતિહાસનો અભ્યાસ કરવા માગે છે. તે UPSCની પરીક્ષા આપવાનું પણ વિચારી રહી છે. આ સમગ્ર બાબત વિશે રિચાના પિતાએ કહ્યું કે હું મારી ખુશી વ્યક્ત નથી કરી શકતો. એક દિવસ માટે તે મારી બોસ છે.