CongressHardik PatelIndia

હાર્દિકે આ દીકરીને પોતાના હેલીકોપ્ટરમાં બેસાડી AIIMS માં દાખલ કરાવી

પાટીદાર અનામત આંદોલન થકી દેશભરમાં જાણીતા થયેલા હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ જોઈન કરી હતી.અને પોતાની આગવી બોલવાની છટાને કારણે કોંગ્રેસ પક્ષે હાર્દિક પટેલને પાર્ટીના સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કર્યા હતા.હાર્દિક પટેલ આંદોલનની શરૂઆતથી જ ભાજપ અને મોદી-શાહ પર મન મુકીને વરસી રહ્યા છે.

હાર્દિક પટેલ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એટલા પ્રભાવિત થઇ ગયા છે કે પોતાની સીટ પર અને પ્રિયંકાગાંધીની સીટ પર પ્રચાર કરવા માટે હાર્દિક પટેલને મેદાને ઉતાર્યો છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ પ્રિયંકાગાંધી અને રાહુલગાંધીની સીટ પર જઈ મોટી જનસભાઓ સંબોધી રાહુલગાંધી અને પ્રિયંકાગાંધી માટે વોટ માંગી રહ્યો છે.

સોનિયાગાંધી ની સીટ રાયબરેલી માં ચૂંટણી પ્રચારની જનસભા સંબોધવા હાર્દિક આવ્યો હતો.ત્યાં પ્રિયંકાગાંધીએ ટ્યુમરથી પીડિત એક દીકરીને તાત્કાલિક ધોરણે દિલ્હી AIIMS માં સારવાર માટે ખસેડવા આદેશ કર્યો હતો. પ્રિયંકાગાંધીના આદેશથી હાર્દિક પટેલ અને અજરુદ્દીન પોતાના ખાનગી હેલીકોપ્ટરમાં તાત્કાલિક ધોરણે દિલ્હી AIIMS માં ખસેડી હતી.

સોનિયાગાંધીની લોકસભા બેઠક પર આજે જાહેર જનસભા હતી ત્યાં એક માતાપિતા એ પોતાની ટ્યુમર પીડિત બાળકીની સારવાર માટે પ્રિયંકાગાંધીનો સંપર્ક કર્યો હતો ત્યાં આ વાત સાંભળી પ્રિયંકાગાંધી પણ ભાવુક થઇ ગયા હતા અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલે દાખલ કરવા માટે સગવડ કરી આપી હતી. દિલ્હી AIIMS માં લઇ જવા માટે પ્રિયંકાગાંધીએ હાર્દિક પટેલને સુચના આપી હતી તો હાર્દિક અને અજરુદ્દીન પોતાના ખાનગી હેલીકોપ્ટરમાં બાળકીને બેસાડી દિલ્હી AIIMS માં દાખલ કરી હતી હાલ એ બાળકીની સારવાર ચાલી રહી છે.

કોંગ્રેસના પ્રવક્તા જીતેન્દ્ર તિવારીએ મીડિયામાં કહ્યું હતું કે ટ્યુમર પીડિત બાળકીની સારવાર માટે તેના માતાપિતા સાથે દિલ્હી AIIMS માં ખાનગી હેલીકોપ્ટરમાં મોકલી અપાયા છે હાર્દિક પટેલ પણ એ હેલીકોપ્ટરમાં સાથે છે. એમને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે પ્રાઈવેટ પ્લેનમાં ૬ સીટ ખાલી હોવાથી રાજીવ શુક્લા ટ્રેનથી દિલ્હી જવા રવાના થયા હતા.

Back to top button