Hardik Patel

હાર્દિકે પીએમ મોદીને યમરાજ કેમ કહ્યા, તો એ બાબતે હાર્દિકે આપ્યો આવો જવાબ,વાંચો વધુ

સમગ્ર દેશભરમાં લોકસભાની ચૂંટણીનો બરાબર માહોલ જામ્યો છે ત્યારે દરેક પક્ષો પોતાના વિરોધીઓ પર મનમુકીને વરસી રહ્યા છે.એવામાં હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું છે.

પાટીદાર અનામત આંદોલનથી ગુજરાત અને દેશભરમાં જાણીતા થયેલા હાર્દિક પટેલ અત્યારે કોંગ્રેસના સ્ટાર-પ્રચારકની સૂચિમાં શામેલ છે. શરૂઆતથી જ હાર્દિક પટેલ ભાજપ અને પીએમ નરેન્દ્રમોદી પર શાબ્દિક હમલા કરતા આવ્યા છે. હમના હમણા હાર્દિક પટેલે પીએમ મોદીને યમરાજ કહીને સંબોધ્યા હતા.

ગુરુવારે હાર્દિક પટેલ રાયપુરીકા જીલ્લામાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે ચૂંટણી પ્રચારની એક સભામાં હાર્દિકે પીએમ નરેન્દ્રમોદીને યમરાજ કહ્યું હતું. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના ઉમેદવાર કાન્તિલાલ ભુરીયાના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરી રહેલા હાર્દિકે સભામાં પીએમ નરેન્દ્રમોદીને યમરાજ કહ્યા હતા.

આ બાબતે મીડીયાએ એમને પૂછ્યું હતું કે પીએમ મોદીને યમરાજ કેમ કહ્યા ત્યારે હાર્દિક પટેલે કહ્યું હતું કે ખેડૂતોને બરબાદ કરનાર, યુવાનોને બેરોજગાર કરનાર એ યમરાજ જ છે.

અત્યારે કોંગ્રેસના સમર્થનમાં હાર્દિક પટેલ દેશભરમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે.કોંગ્રેસે હાર્દિકને સ્ટાર પ્રચારક બનાવી એની બોલવાની છતાં અને અદાનો પૂરેપૂરો લાભ લીધો છે હાર્દિક દરેક જગ્યાએ પોતાના આક્રમક મૂડ માં ભાજપ અને મોદી પર શાબ્દિક હુમલા કરતો આવ્યો છે.

Back to top button