GujaratStory

આ છે ગુજરાત..! ફૂલ પોલીસ પ્રોટેક્શન સાથે નીકળ્યો દલિત યુવકનો વરઘોડો, સવર્ણોએ આપી હતી ચેતવણી

શુક્રવારે સાબરકાંઠાના સિતવાડા ગામમાં એક જાન નીકડી ત્યારે બધા ચૌંકી ગયા કેમ કે આ જાન કોઈ સામાન્ય જાન નહોતી। આ જાનને પોલીસનું ખાસ પ્રોટેક્શન મળ્યું હતું.  સાથે એક્ઝેક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જાનની સાથે સાથે ચાલતા હતા.  નજારો જોઈને કોઈને પણ એમ લાગે કે કોઈ બહુ મોટા માણસની જાન છે કે શું પરંતુ આટલા નાનકડા ગામડામાં આ જાન કઈ રીતે હોઈ શકે.  જાનમાં સામેલ થયેલા આ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ મહેમાન નહીં પરંતુ જાનમાં આવેલ લોકો તેમજ વરરજાને અનિચ્છનીય બનાવનો સામનો ન કરવો પડે એટલા માટે પ્રોટેક્શન હતું.

પોલીસ 27 વર્ષના વરરાજા સંજય રાઠોડને સુરક્ષા આપી રહ્યા હતા. જે જાનના વરઘોડામાં ઘોડે ચડ્યો હતો.  તેના સંબંધીઓ અને જ્ઞાતિના લોકોને ચિંતા હતી કે જો રાઠોડ ઘોડે ચડશે તો તેમને ગામમાં રહેતા ઊંચી જાતીના લોકોના રોષનું ભોગ બનવું પડશે. રાઠોડે જણાવ્યું કે અમારા ગામના ઊંચી જાતીના લોકોએ મને ચેતવણી આપતા કહ્યું હતું કે મારે ઘોડે ચડીને જાન કાઢવી નહીં, નહીતો પરિણામ ગંભીર આવી શકે છે.  ગુરુવારે અચાનક રાતના સમયે ઈલેક્ટ્રિસિટી જતી રહી હતી જેના કારણે આવેલા મહેમાનોથી લઈને ઘરન બધા ડરી ગયા હતા. જે બાદ પોલીસ તાત્કાલીક ગામમાં પહોંચી હતી અને અમને સુરક્ષા કવચ મળતા લગ્નમાં વરઘોડો કાઢી શક્યા હતા

પ્રાંતિજના સબ ડિવિઝનલ ઓફિસર સોનલબા પઢેરિયાએ કહ્યું કે પરિવારે કેટલિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે પોલીસ પ્રોટેક્શનની માગ કરી હતી.જ્યારે ગામના સરપંચ કહ્યું કે ગામના કેટલાક લોકોએ પહેલા આ દલિત પરિવારને વરઘોડો ન કાઢવા માટે ચેતવણી આપી હતી. જન્મ 150 જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ દ્વારા પ્રોટેક્શન આપવામાં આવ્યું હતું.

Back to top button