GujaratNewsStory

વડોદરાની આ મહિલા ડોકટરે પર્યાવરણ માટે માનવસેવાની જોરદાર શરૂઆત કરી, જાણો વિગતે

અત્યારના દિવસોમાં પર્યાવારનું પ્રદુષણ એ મુખ્ય સમસ્યા છે. જેમાં પ્લાસ્ટીકનો વધુ પડતો ઉપયોગ આવનારા દિવસોમાં ભયંકર સાબિત થવાનો છે જે આપડે બધા જાણીએ છીએ છતાં પણ ગાંડાની જેમ પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગ કરીએ છીએ.

પર્યાવરણ માં થતા પ્રદુષણની ચિંતા કરતી વડોદરાની ૨૨ વર્ષીય યુવતી ડોક્ટર ધ્વની ભલાવાતે પર્યાવરણ ને બચાવવાના સારા કાર્યની શરૂઆત કરી છે. આ માટે ડૉ ધ્વની ભલાવતે એક નાની ક્રોકરી બેંક ની શરૂઆત કરી હતી અને એમાંથી બચત થયેલા પૈસામાંથી સ્ટીલની થાળી અને વાટકીઓ ખરીદી હતી જે જરુરીયાદમંદ લોકોને વિનામૂલ્યે આપે છે.

વડોદરા માં દિવાળીપુર માં રહેતી ડેન્ટીસ્ટ નો અભ્યાસ કરેલ અને હાલ ઇન્ટરશીપ કરતી આ મહિલા ડોક્ટરને આ બાબતે પૂછવામાં આવ્યું તો એમને જવાબ આપ્યો હતો કે આજના દિવસોમાં પ્લાસ્ટીકનો ભરપુર ઉપયોગ થઇ રહ્યો છે અને જેના કારણે પર્યાવરણને ખુબજ ભયંકર નુકસાન થઇ રહ્યું છે મનુષ્યો સાથે પ્રાણીઓના જીવ પણ વધુ પડતા પ્લાસ્ટીકના ઉપયોગથી જોખમ માં મુકાય છે તો એને ધ્યાને લઇ પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય એ હેતુથી બચેલા પૈસામાંથી જરૂરિયાતમંદ લોકોને નીશુલ્ક થાળી વાટકી આપવાનું અભિયાન ચાલુ કર્યું છે.

મીડિયા દ્રારા એમને પૂછવામાં આવ્યું હતું કે તમને પર્યાવારને બચાવવા માટે આ અભિયાન શરુ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો ? તો એ બાબતે એમને જણાવ્યું હતું કે એમને એક આર્ટીકલ વાંચ્યો હતો જેમાં દિલ્હીના એક વ્યક્તિએ પર્યાવરણ બચાવવા આવી જ એક કરીકરી બેન્કની શરૂઆત કરી હતી તો એમાંથી પ્રેરાઈને સમાજ માટે કૈક કરવાના ઉદ્દેશ સાથે મેં પણ આ નવતર પ્રયોગની શરૂઆત કરી છે.એમને મીડિયાને એ પણ જણાવ્યું હતું કે આ ક્રોકરી બેંક શરુ કરવામાં એમના મિત્રો અને પરિવારે ખુબ જ મદદ કરી હતી.

આ આખી પ્રોસેસ અંગે પૂછતાં એમણે જણાવ્યું હતું કે એમની થોડી-ઘણી બચતથી એમણે ૫૦ થાળી અને ૫૦ વાટકીઓ ખરીદી છે જે જરૂરીયાતમંદ લોકોને ઘરે પ્રસંગ હોય તો વિનામૂલ્યે આ થાળી વાટકીઓ આપે છે અને પ્રસંગ પૂરો થતા પાછી એ લોકો આપી જાય છે જેના કારણે પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટે છે.

વડોદરાની આ મહિલા ડોક્ટરની પર્યાવરણની પ્રત્યેની જાગૃતિ અને સમાજસેવા ખરેખર બિરદાવા જેવી છે આપને પણ એમનામાંથી પ્રેરણા લઈને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવું જોઈએ અને પર્યાવરણ ને નુકસાન કરતા પદાર્થોનો ઉપયોગ ઘટાડવો જોઈએ.

આ પહેલમાં માત્ર એક અઠવાડિયાની સાથે ધ્વનિ હવે પહેલીવાર લોકોને શહેરમાં ખાદ્યપદાર્થોના કેટલાક આઉટલેટ્સમાં લોકો વચ્ચેના વિચારની ઝુંબેશ ચલાવશે અને પોસ્ટરો દ્વારા પણ લોકોને સમજાવશે. પરિવર્તન માટે યુવાનો સાથે જોડાવા માટે સોશિયલ મીડિયા નો પણ ઉપયોગ કરે છે. 

Back to top button