સમગ્ર દેશમાં લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, દરેક રાજકીય પક્ષો પોતાના વિરોધીઓ પર આરોપો-પ્રત્યારોપો કરતા રહ્યા છે અને મન મુકીને શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.
સમગ્ર દેશમાં પાંચ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે અને અને આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને અને એના પછી સાતમો અને છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે પછી ૨૩ મે ના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. પછી ફક્ત જોવાનું એ છે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે.
હાલની પરિસ્થિતિઓ જોતા સ્પષ્ટ દેખાય છે કે કોઈ પણ રાજકીય પાર્ટીને બહુમતી મળે એવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી ૨૦૧૪ માં સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવનાર ભાજપ સરકાર પણ આ વખતે બહુમતીથી દુર રહેશે એવી રાજકીય પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. સામે બાજુએ કોંગ્રેસને પણ સ્પષ્ટ બહુમતી મળવાના ચાન્સ નહીવત છે એટલે એ વસ્તુ પાકી છે કે આ વખતે અન્ય પક્ષોના સહયોગથી સરકાર બનવાના ચાન્સ પુરેપુરા છે.
આ બધી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતના પાટીદાર નેતા અને યુવાનેતા હાર્દિક પટેલ સરકાર બનાવવામાં કિંગ મેકર સાબિત થઇ શકે છે, ભાજપના વિરીધી પક્ષોને કે ભલે તેઓ કોંગ્રેસની વિચારધારાથી સહમત ના હોય પણ એ બધાને કોંગ્રેસ સાથે જોડવાનું કામ હાર્દિક પટેલ કરી શકે છે અને આ રીતે કોંગ્રેસ પાર્ટીને સત્તા અપાવી કિંગ મેકર સાબિત થઇ શકે છે.
ભાજપના અમિતશાહ અને નરેન્દ્રમોદી ભલે રાજકારણના ચાણક્ય કહેવાતા હોય પણ ગુજરાતનો આ યુવાનેતા હાર્દિક પટેલ પણ કઈ ઓછો નથી.ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને દેશભરમાંથી મોટા ગજાના દિગ્ગજ નેતાઓ હાર્દિકના નિવાસસ્થાને મુલાકાત લેવા આવ્યા હતા તો કેટલાક દીગ્ગજોએ હાર્દિકને મીડિયા થકી સમર્થન જાહેર કર્યું હતું.
આંદોલન દરમિયાન દેશ્બ્રમાં જી ખેડૂતો અને યુવાઓના મુદ્દે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું હતું જે દરમિયાન એને મોટા ભાગના દરેક ભાજપ વિરોધી દિગ્ગજો સાથે સારા સબંધો પ્રસ્થાપિત કર્યા છે.જેમાં એનસીપી ના સુપ્રીમો અને પૂર્વ કેન્દ્રીયમંત્રી શરદ પવાર,શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે,બંગાળના સીએમ મમતા બેનર્જી,જનતાદળના નીતીશ કુમાર,બસપાના સુપ્રીમો માયાવતી,દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, સપા ના સુપ્રીમો અખિલેશ યાદવ, લાલુપ્રસાદ,તેજ્સ્વીયાદવ જેવા દિગ્ગજ નેતાઓ સાથે મુલાકાતો કરી સારા સબંધો બનાવ્યા છે.
સમગ્ર દેશભરમાં ભાજપને કે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી ના મળવાની સ્થિતિ છે ત્યાં પ્રાદેશિક પક્ષો સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે અને આ પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ પાર્ટી સાથે ભેગા કરવવાનું કામ હાર્દિક પટેલના પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથેના સારા સબંધો કરી શકે છે અને જો આમ થાય તો હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટી માટે આશીર્વાદ રૂપ અને કેન્દ્ર માં સરકાર બનાવવા માટે “કિંગ મેકર” સાબિત થઇ શકે છે