મોદીના રડારવાળા નિવેદન પર લાલુપ્રસદ યાદવે ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું: હટ બુડબક
હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે નેતાઓ નિવેદનોને લીધે વિવાદમાં રહેતા હોય છે એવામાં હાલમાં જ વડાપ્રધાન મોદીનું નિવેદન ઘણું ચર્ચાય રહ્યું છે. લોકો મોદીના નિવેદનની ભારે મજાક ઉડાવી રહ્યા છે. નિવેદન પર રાજકીય પક્ષો પણ કટાક્ષ કરી રહ્યાં છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવના ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે: એ હટ બુડબક, તારું ધ્યાન ક્યાં છે, રડાર અહીં છે.”ऐ हट बुड़बक, तेरा ध्यान किधर है, रडार इधर है
વડાપ્રધાન મોદીએ હાલમાં એક ટીવી ચેનલને ઈન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં બાલાકોટ એરસ્ટ્રાઈક પર નિવેદન આપ્યું હતું. PMએ કહ્યું કે,એર સ્ટ્રાઈકના દિવસે હવામાન યોગ્ય ન હતું. તે વિશેષજ્ઞોનું માનવું હતું કે સ્ટ્રાઈક બીજા દિવસે કરવામાં આવે. પરંતુ મેં સલાહ આપી કે વાદળા જ આપણી મદદ કરશે અને આપણાં ફાઈટર પ્લેન રડારની નજરે નહીં ચઢે.
PMના નિવેદન પર કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો હતો. કોંગ્રેસે ટ્વીટ કર્યુ કે પાંચ વર્ષની સરકારમાં જુમલા જ ફેંકતા રહ્યાં, વિચારતો હતો હવામાન ક્લાઉડી છે, રડારમાં નહીં આવું. અસદુદ્દીન ઓવૈસીએ પણ વડાપ્રધાનના નિવેદન પર મજાક ઉડાવી હતી. સર સર વડાપ્રધાન, તમે તો જોરદાર એક્સપર્ટ છો. સર તમને અનુરોધ છે કે તમારા નામમાંથી ચોકીદાર હટાવી દો અને એરચીફ માર્શલ અને પ્રધાન… ક્યું ટોનિક પીવો છો તમે.. કે તમારી વાતોમાં રોજગાર, અર્થવ્યવસ્થા, ઔધોગિક વિકાસ અને કૃષિ સંકટ સિવાય તમારી પાસે દરેક વાતનો ફોર્મ્યૂલા છે, યથાવત રાખો મિત્રો