India

પીળા કલરની સાડીવારી મેડમને ભૂલી જાઓ હવે આ બ્લુ વનપીસ ડ્રેસ વારી મેડમ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે, જુઓ વધુ ફોટા

અત્યારે સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે મોટાભાગના ચરણનું મતદાન પૂરું થઇ ગયું છે અને ૨૩ તારીખે આ મતદાન નું [પરિણામ જાહેર થવાનું છે એવામાં ચૂંટણી ઓફિસરો ખડેપગે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.


હમણાં થોડા દિવસ પહેલા જ એક પીળા કલરની સાદી પહેરેલી એક ચૂંટણી અધિકારી સોસીયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી હતી.જેમાં એમની સુંદરતાના વખાણ કરી લોકો શેર કરી રહ્યા હતા.તમને જણાવી દઈએ કે એ મહિલા અધિકારીની સુંદરતાના કારણે એ સોસીયલ મીડિયામાં વાયરલ થઇ હતી સાથે સાથે એમના બુથ પર ૧૦૦ % મતદાન પણ થયું હતું જે ખરેખર સરાહનીય અને બિરદાવવા લાયક બાબત છે.


અત્યારે તમને જણાવી દઈએ કે બીજી એક મહિલા પોલીંગ ઓફિસર સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહી છે જે પણ એમની સુંદરતાના કારણે સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, બ્લુ વનપીસ ડ્રેસ પહેરેલી આ મહિલા અધિકારીએ આંખો પર બ્લ્યુ કલરના મસ્ત ગોગલ્સ પહેર્યા છે.

મળતી માહિતી અનુસાર આ મહિલા અધિકારી ભોપાલ લોકસભા સીટ પર પોલીંગ ઓફિસર છે.જેમની ડયુટી ગોવિંદપુરા વિધાનસભાના બુથ પર છે.

સોસીયલ મીડિયામાં આ મહિલા અધિકારી વાયરલ થઇ રહ્યા છે અને લોકોના મતે ત્યાના લોકલ ન્યુઝ પેપરોમાં આ મહિલા અધિકારીના ફોટો પણ છપાયા છે. આગળ પીળી સાડીવારી મહિલા અધિકારીના બુથ પર ૧૦૦% મતદાન થયું હતું તો સોસીયલ મીડિયામાં એવી વાતો થઇ રહી છે કે આ બ્લ્યુ વનપીસ ડ્રેસ વારી મહિલા અધિકારીના બુથ પર પણ ૧૦૦% મતદાન થશે.

 

પીળા રંગની સાડીમાં વાયરલ થયેલી મહિલાનો ફોટો જર્નલિસ્ટ તુષાર રૉયે પાડ્યો હતો. EVM લઈ જતી આ મહિલા  લખનૌ pwd વિભાગમાં કર્મચારી છે. તેમનું  નામ રીના દ્વિવેદી છે..

એ દિવસે રીના દ્વિવેદી લખનૌના નગરામ બૂથ નંબર 173 પર હતા. જ્યારે આ વાયરલ થી રહેલા બ્યુ વનપીસ ડ્રેસવારી મહિલા અધિકારી બુથ નંબર ૧૫૪ છે જે નંબર એમની હાથમાં રહેલ બેગ પર લખેલો છે.

Back to top button