AhmedabadGujaratNewsStory

પ્રદુષણ અને ટ્રાફિકથી ખદબદતા અમદાવાદની વચ્ચોવચ આવેલું છે આ જંગલ, મોટાભાગણા શહેરીજનો આ જંગલથી અજાણ છે

અમદાવાદનું નામ લઈએ એટલે સૌપ્રથમ ટ્રાફિક અને પ્રદુષણ જ  મગજમાં આવે. શહેરમાં બિલ્ડીંગો,રોડ રસ્તા બનવાના કારણે વૃક્ષોની સંખ્યા ખુબ જ ઓછી થઈ ગઈ છે જેના લીધે હવામાન પણ ગરમ રહેતું હોય છે છે. અમદાવાદીઓ મેળવવા તેમજ હરવા ફરવા માટે ગાંધીનગર કે આસપાસના વિસ્તારોના બગીચામાં જતા હોય છે.

પરંતુ આપને જણાવી દઈએ કે અમદાવાદની વચ્ચોવચ નહેરુનગર નજીક માણેકબાગ વિસ્તારમાં એક જંગલ આવેલું છે.પરંતુ તેના વિશે મોટાભાગના અમદાવાદીઓ અજાણ છે. બહારથી જોતા તમને જંગલ ન લાગે પણ એક વાર તમે અંદર પ્રવેશશો તો જાણે શહેરથી દૂર કોઈ ગીચ જંગલમાં પહોંચી ગયા હોવ એવી અનુભૂતિ થશે.

આ ગાર્ડનનું નામ સુકાન પાર્ક છે પરંતુ તે કોર્પોરેશને બનાવેલા બીજા બધા ગાર્ડન કરતા ઘણું અલગ છે. આ બગીચાને માણેકબાગ લોકવન તરીકે પણ ઓળખવામાં આવે છે. નાનકડા વિસ્તારમાં 18 વર્ષની મહેનત બાદ જંગલ ઊભુ કરવામાં આવ્યું છે. સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન એ 1998માં અહીં વૃક્ષો વાવવાનું શરૂ કર્યું હતું. 18 વર્ષની મહેનત બાદ આ જગ્યા જંગલ જેવી બની શકી છે.  જંગલ તૈયાર થયા બાદ સ્થાનિકોના સહકારથી તેની સારી માવજત પણ થઈ રહી છે.

આ લોક વનમાં અનેક વૃક્ષો, પક્ષીઓ, પતંગિયા અને જીવજંતુઓ વસે છે. અહીં આંબો, આમળા, બહેડા, કોઠી, સપ્તપણીથી માંડીને અનેક વિવિધતાના વૃક્ષો આવેલા છે. વૃક્ષોની ગીચતા એવી છે કે જાણે તમે જંગલમાં પ્રવેશ્યા હોવ તેવો અહેસાસ થાય. આ બગીચામાં મોર્નિંગ વૉક અને જોગિંગ માટે વચ્ચે ટ્રેક પણ બનાવાયો છે.

આંબાવાડી વિસ્તારમાં તો મોર્નિંગ વૉક કરવા માટે લોકોમાં આ પાર્ક ફેવરિટ સ્પોટ બની ગયો છે. વહેલી સવારે લોકો આ બગીચાની મુલાકાત લઈને હળવાશની પળો માણે છે અને ટ્રાફિક ,પ્રદૂષણથી દૂર રહે છે. ચાલવા માટે અને રિલેક્સ થવા માટે પણ ઘણા લોકો આ જંગલની મુલાકાત લે છે. જંગલની કાળજી લેવા માટે સ્થાનિકોએ એક એસોસિયેશન પણ બનાવ્યું છે જેથી આ જંગલને વધુ વિકસાવવામાં મદદ કરી શકે.

આ બગીચો વડીલો સહીત બાળકોને પણ ખુશ કરી દે છે.અહીં બાળકો આરામથી રમી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ તો મોટાભાગના અમદાવાદીઓ આના વિશે  જાણતા નથી પરંતુ આ બગીચો ટૂંક સમયમાં અમદાવાદના દરેક લોકો માણી શકે તો નવાઈ નહીં.

Back to top button