GujaratStory

સાબરકાંઠામાં થયા અનોખા લગ્ન : વરઘોડો નીકળ્યો,જમણવાર થયો પણ દુલહન જ નહોતી

ચાંપલાનાર ગામમાં એક અનોખા લગ્ન થયા હતા. લગ્નના આગલા દિવસે વરરાજા અજય બારોટને હલ્દી લગાવવામાં આવી અને રાત્રે ગરબાનું આયોજન થયું હતું.  લગ્નના દિવસે અજય શેરવાની પહેરી ઘોડી પર ચડ્યો હતો.ઘોડીને શણગારવામાં પણ આવી અને આખા ગામમાંથી પસાર થયેલા વરઘોડામાં 200 લોકો હતા.બાદમાં લગ્નના અંતે અજયના ઘરે લગભગ 800 લોકોનું જમણવાર હતું. પરંતું આ લગ્નમાં એક દુલહન જ નહોતી.

ડિસેબિલિટીથી પીડાતા પુત્ર અજયની ઈચ્છા પૂરી કરવા માટે બારોટ પરિવારે તેના ભાઈઓની જેમ જ તેનો વરઘોડો કાઢ્યો હતો. અજયના કાકા કમલેશ બારોટે જણાવ્યું કે અજયને ડાન્સ કરવાનો ખૂબ જ શોખ છે. તે ક્યારેય પણ ગામમાં કોઈ લગ્ન મિસ નથી કરતો. ફેબ્રુઆરીમાં મારા દીકરાના લગ્ન થયા. અજય હંમેશાથી ઈચ્છતો હતો કે તેના માટે પણ આવો પ્રસંગ ઊભો થાય. ભાઈના લગ્ન પછી તેની માંગ તીવ્ર બની અને  પરિવારે સાથે મળીને તેનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું.

અમે તેના માટે કંકોત્રી છપાવી, બધી જ વિધિ કરાવી અને વરઘોડો તથા જમણવાર પણ રાખ્યો. અજયના પિતા કંડક્ટર છે. નાનપણમાં જ અજયને લર્નિંગ ડિસેબિલિટીનું નિદાન થયું હતું.

હિંમતનગરની સ્પેશિયલ સ્કૂલમાં મોકલવામાં આવ્યો હતો. નાની વયમાં જ તેની માતાનું અવસાન થતા તેના પિતાએ ફરી લગ્ન કર્યા. પરિવારના જણાવ્યા અનુસાર તેની શારીરિક ડિસેબિલિટી ને લીધે સાચે લગ્ન કરવા અશક્ય હતા માટે આ રીતનો વરઘોડો કાઢવાનું નક્કી કર્યું.

આ પ્રસંગ માત્ર અજયને ખુશ રાખવા નહતો તેમાં પરિવારને પણ સંતોષ મળ્યો કે અજય ખરેખર લગ્નની ખુશી માણી શકે છે. તેઅમને ખબર છે કે તેના લગ્ન કરાવવા મુશ્કેલ છે. પરંતુ અમને ખુશી છે કે અમારા સગા સંબંધીઓ અને ગામજનો પ્રસંગનો ભાગ બન્યા. આ લગ્નમાં સામાન્ય લગ્નની જેમ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો.

Back to top button