BjpIndia

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ પર હુમલો, પશ્ચિમ બંગાળમાં ગયો હતો પ્રચાર કરવા

હાલ લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતથી પશ્ચિમ બંગાળ પ્રચાર માટે ગયેલા ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના કાર્યકરો પર  હુમલો થયાની ઘટના બની છે. આ અંગે ભાજપના પ્રદેશ મંત્રી અમિત ઠાકરે  જણાવ્યું કે, ગઈકાલે ભાજપની એક બેઠક દરમિયાન ગુજરાત ભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત કાર્યકરો ટીએમસીના કાર્યકરોએ હુમલો કર્યો હતો.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના આગેવાનો અન્ય રાજ્યમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા છે.  ભાજપ યુવા મોરચાના પ્રમુખ સહિતના નેતાઓ પશ્ચિમ બંગાળની  લોકસભા બેઠક પર પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ઘર્ષણ ચાલતું હતું.

જે દરમિયાન ઋત્વિજ પટેલ ગઈકાલે બપોર બાદ ચૂંટણી પ્રચાર કરી હોટલ તરફ પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની ગાડી પર હુમલાનો થયો હતો.  ભાજપના સ્થાનિક આગેવાનો સાથે ગુજરાતના યુવા મોરચાના કાર્યકરોની બેઠક દરમિયાન પણ ટીએમસીના સમર્થકોએ હુમલો કરીને પ્રચાર કરતા અટકાવ્યા હતાં.

Back to top button