News

વોટસનના ઘૂંટણમાંથી લોહી વહેતું હતું તો પણ ટીમની જીત માટે રમતો રહ્યો વોટસન પગમાં છ ટાકા આવ્યા જુઓ ફોટો,

એક દીવસ પહેલા IPL પૂર્ણ થઇ જેમાં ફાઈનલ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી જે મેચ છેલ્લે સુધી રોચક બની હતી અને છેવટે એક રને ચેન્નાઈ સુપર કિંગ્સની હાર થઇ હતી.

IPL ની મેચ પૂરી થતા જ એક રોચક કહાની લોકોની સામે આવી છે આ કહાની સંભાળીને દરેક ક્રિકેટ પ્રેમીઓને ગર્વ થશે અને એ ખેલાડી વિષે તમને માં વધી જશે ભલે એ ટીમ ની હાર થઇ છે.

દરેક ક્રિકેટપ્રેમી જાણે જ છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડી વોટસને છેલ્લે સુધી એકલા હાથે મેચ જીતાડવાના પૂરેપુરા પોતાનાથી થતા તમામ પ્રયત્નો કર્યા હતા.ભલે એ મેચ જીતાડવામાં સફળ ના રહ્યો પણ મુંબઈ ઇન્ડિયન્સ ના ફેંસ પણ વોટ્સનની સ્ટ્રગલ પર પ્રશંસા કરી રહ્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચમાં વોટસને ૮૦ રણ ફટકાર્યા હતા અને દરેક દર્શકોના મન જીતી લીધા હતા જોકે મેચના છેલ્લી ક્ષણોમાં એ રન આઉટ થયો હતો..

 

વોટસનના સાથી બેટ્સમેન હરભજનસિંહે જણાવ્યું હતું કે રમતી વખતે વોટસનના પગમાં સતત લોહી વહી રહ્યું હતું તેમ છતાં પણ એ બેટીંગગ કરતો રહ્યો હતો અને આ વાત ટીમ ના કોઈ પણ ખેલાડીને વોટસનએ નહોતી કરી. હરભજનસિંહે પોતાના ઈનસ્ટાગ્રામની સ્ટોરીમાં લખ્યું હતું કે વોટસનને પગમાં ઘૂંટણમાં સતત લોહો વહી રહ્યું હતું છતાં પણ ટીમ માટે છેલ્લે સુધી રમતો રહ્યો હતો.ટીમના કોઈ પણ ખેલનીને આ અંગે વાત કરી નહોતી.વોટસન જ્યારે આઉટ થઈને પેવેલીયનમાં ગયો હતો ત્યારે એની ટીમને પણ ખબર પડી હતી.


વોટ્સનની ધમાકેદાર બેટીંગથી બધાને નક્કી લાગતું હતું કે હવે ચેન્નાઈ સુપર કિંગ્સની જીત નક્કી છે પણ વોટસનના રણ આઉટથી આખી મેચની બાજી પલટાઈ ગઈ હતી અને છેવટે ચેનાઈની મુંબઈ સામે એક રનથી હાર થઇ હતી,વોટસનએ ૫૬ બોલમાં ૮૦ રન ફટકાર્યા હતા.વોટસનને પગમાં ઈજા થઇ હોવા છતાં પણ છેલ્લે સુધી પોતાની ટીમને જીતાડવા રમતો રહ્યો હતો આ વાત લોકોને ખબર પડતા દરેક લોકો વોટસનના ટીમ પ્રેમ માટે વોટસનની પ્રશંસા કરી રહ્યા હતા.વોટ્સનને પગમાં છ ટાકા આવ્યા હતા.

Back to top button