AhmedabadGujarat

અમદાવાદ: ઓઢવમાં માલધારીઓને પોલીસે ઘરમાં ઘૂસી બેફામ માર્યા, 132 ગાયો પણ લઇ ગયા

સોમવારે સવારે છ વાગ્યાથી મ્યુનિ.ની આઠ ટીમે અમરાઈવાડી, વટવા અને ઓઢવમાં ગાયો પકડવાનું શરૂ કર્યું હતું. 8 વાગ્યે છ ટીમે ઓઢવથી 27 ગાય પકડી પરંતુ મહિલાઓને આગળ ધરી ટીમ પર પથ્થર મારો કરી ગાડીઓના કાચ તોડી 27 ગાય છોડાવી ગયા. એક કલાક બાદ મ્યુનિ.સહિત 250 પોલીસનો કાફલો ઓઢવ પાછો ગયો હતો અને ગોપાલકોએ છોડાવેલી 27 ઉપરાંત 132 ગાય પકડી હતી.સાથે જ  22 મહિલા સહિત 30 લોકોની ધરપકડ કરી હતી.  ઉપરાંત લોકો સામે હત્યાનો પ્રયાસ જેવા ગંભીર ગુના પણ દાખલ કરવામાં આવ્યા છે.

ટીમ સોમવારે સવારે છ વાગ્યાથી રખડતા ઢોરોને પકડવાની કામગીરીમાં લાગી હતી. જેમાં ઓઢવ વિસ્તારમાંથી 27 ઢોર પકડ્યા હતા. સવારે 10 વાગ્યે ટીમ બળિયાદેવ પાર્ટી પ્લોટ, છોટાલાલની ચાલી પાસે પહોંચતા ત્યાં 100 પુરુષ-મહિલાઓનું ટોળુ આવી ગયું હતું અને કોર્પોરેશનની ટીમ-પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળું 27 ઢોરને છોડાવી ગયું હતું. પથ્થરમારામાં મ્યુનિ.ના ડ્રાઇવર બળદેવસિંગ અમેઠિયાને ઇજા થઇ હતી. મ્યુનિ.અને પોલીસના મળી છ વાહનને 60 હજાર નુકસાન પહોંચ્યું હતું.

ઓઢવ પોલીસે 24 લોકોને ઝડપ્યા હતા. આ મામલે 100ના ટોળા સામે ધાડ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આ મમાલે 22 જેટલી મહિલાઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી.ઘટના બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી 45થી વધુ મહિલા-પુરુષોને પકડી લીધા હતા. જેથી સ્થાનિકોના ટોળા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

પોલીસ તેમજ તંત્ર સામે હુમલો કરનાર માલધારીઓ સામે પોલીસે ઘાડની કલમ લગાવી છે. આ કલમો હેઠળ આરોપ લગાવ્યો હોવાથી પોલીસને જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે. તેમજ આરોપીઓને જામીન મેળવવી પણ મુશ્કેલ બની જશે.

Back to top button