CrimeGujarat

જૂનાગઢમાં પત્રકાર પર હુમલો કરીને પોલીસ ફસાઈ : એક PSI સહિત ત્રણ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

ગઈકાલે જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલ બોર્ડની ચુંટણીનું કવરેજ કરવા ગયેલા કેમેરામેન અને રીપોર્ટર પર પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો હતો અને પત્રકારોને ફટકાર્યા હતા.  આજે દિવસભર પત્રકારોના સતત વિરોધ અને કડક કાર્યવાહી માંગ સાથે ધરણા પર બેઠા હતા. આ ઘટનામાં જૂનાગઢ રેન્જ આઇજીએ ડીસ્ટાફના એક પીએસઆઇ ગોસાઇ તેમજ ત્રણ કોન્સેટેબલને સસ્પેન્ડ કર્યા છે.

જૂનાગઢના મુખ્ય સ્વામિનારાયણ મંદિરના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈહતી  હતી. મતદાન  પૂર્ણ થયા બાદ આચાર્ય પક્ષના સમર્થકોએ દેવપક્ષના સંત તેમજ સમર્થકો પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવવા કવાયત શરૂ કરી દીધી હતી.માત્ર એટલું જ નહિં પોલીસે મીડિયા પર દાદાગીરી કરી લાઠીચાર્જ કર્યો હતો.

પાંચ પોલીસ કર્મીઓએ ખાનગી ચેનલના કેમેરામેન અને રિપોર્ટર પર હુમલો કર્યો હતો. સ્વામી પર થયેલા હુમલાને રોકવામાં નિષ્ફળ પોલીસે મીડીયાને નિશાન બનાવ્યું હતું. પી. આઈ.વાળાએ ખાનગી ચેનલના કર્મીને લાફાં ઝીંકી અને લાઠીચાર્જ કર્યો હતો. બનાવની તપાસ એએસપીને સોપવામાં આવી હતી. જેમાં સીસીટીવી સહિતની તપાસ બાદ  નિર્ણય લેવાયો છે.

બેફામ લાઠીચાર્જ ના વિરોધમાં ન્યાયની માંગ સાથે કાલે રાત્રીના પત્રકારો એસ.પી. ઓફિસ બહાર સુતા રહ્યા હતા અને સવારે પણ ધરણા યથાવત રહ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં પત્રકારો – કેમેરામેનો જોડાયા હતા. જૂનાગઢમાં બનેલી ઘટના બાદ છેલ્લા 24 કલાકથી ગુજરાતના પત્રકારોના ધરણાં કરી રહ્યા હતાં, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ત્યારબાદ રેન્જ IG સુભાષ ત્રિવેદીએ PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે. તંત્ર દ્વારા 24 કલાક ઘોર નિંદ્રામાં રહ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહમંત્રી પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આદેશના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસનું વર્તન અને વ્યવહારએ પ્રાથમિકતા છે.અમુક પોલીસની ગેરવર્તણુંકને લીધે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે.

Back to top button