BjpCongressIndia

રાહુલે મોદીને સવાલ કર્યો: ભારતમાં વરસાદ પડે તો શું બધા પ્લેન રડાર પરથી ગાયબ થઈ જાય?

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશના નીમચમાં વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. રાહુલે કહ્યું કે મોદીએ કેરી ખાતા તો શીખવાડી દીધું, પરંતુ એમ ન જણાવ્યું કે તેઓએ બેરોજગારો માટે શું કર્યું? રાહુલે અહીં મીનાક્ષી નટરાજનના સમર્થનમાં જનસભા સંબોધી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ ઉપસ્થિત હતા.

રાહુલ ગાંધીએ  કહ્યું કે નરેન્દ્ર મોદીના  ઇન્ટરવ્યૂ જુઓ તેઓ જણાવે છે કે કેરીને આ રીતે ખાઉં છું, આ પ્રકારે સુધારું છું. પછી કહે છે કે મારે કુર્તો જુઓ મેં તેની બાંય કાપી નાખી, એટલા માટે કે સુટકેસમાં જગ્યા બની જાય.  વડાપ્રધાન કહે છે કે વાયુસેનાના લોકો બેઠા હતા, બાલાકોટની વાત ચાલતી હતી ત્યારે સેનાના એક અધિકારીએ કહ્યું કે હવામાન ખરાબ છે. મોદીજી વાયુસેનાના અધિકારીઓને કહે છે કે ફાયદો થશે. વાદળામાં રડાર ફાઈટર પ્લેનને નહીં જોઈ શકે.

રહુંક ગાંધીએ મોદીની મજાક ઉડાવતા કહ્યું કે, જણાવો મોદીજી જ્યારે ભારતમાં વરસાદ આવે છે તો સમગ્ર વિસ્તારમાં પ્લેન રડારમાંથી ગાયબ થઈ જાય છે કે શું? મોદી કહે છે કે સેના તો મોદીની જ છે બીજા કોઈની નહીં.  મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગ કોણે કર્યુ? તમે ખેડૂતોના દેવાં માફીની વાત કરી તો તમે અંબાણીનું દેવું માફ કરી દીધું. ખેડૂતોના દેવાં તો કોંગ્રેસ માફ કરે છે.

Back to top button