ભાજપનું નસીબ સારું છે કે હું શાંત બેઠી છુ,બાકી એક સેકન્ડમાં દિલ્હી ભાજપની ઓફીસ પર કબજો કરી શકું છું અને…
સમગ્ર દેશમાં લોકસભા ૨૦૧૯ ની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, દરેક રાજકીય પક્ષો પોતાના વિરોધીઓ પર આરોપો-પ્રત્યારોપો કરતા રહ્યા છે અને મન મુકીને શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે.
સમગ્ર દેશમાં છ તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે અને અને હવે સાતમા તબક્કાનું મતદાન બાકી રહ્યુ છે અને અને એના પછી પછી ૨૩ મે ના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. પછી ફક્ત જોવાનું એ છે કે કેન્દ્રમાં કોની સરકાર બનશે.
હમણાથી પશ્ચિમબંગાળ ની મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે રાજનૈતિક તનાવ દિવસે ને દિવસે વધી રહ્યો છે એવામાં બંગાળમાં અમિતશાહના રોડશો માં વિરોધ થવાથી રોડશો અધવચ્ચે બંધ કરવો પડ્યો હતો એને લઈને ભાજપ સતત પશ્ચિમ બંગાળમાં લોકતંત્રનું ગળું દબાઈ રહ્યું છે એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ભાજપે તો એટલે સુધી નિવેદન આપ્યું હતું કે બંગાળમાં ચૂંટણીપક્ષ નિષ્પક્ષ રીતે કામ કરતુ નથી.
કોલકાતામાં અમિત શાહના રોડ શૉમાં થયેલી હિંસાથી રાજકીય વિવાદ વધ્યો છે. ભાજપ અને બંગાળના સીએમ મમતા બેનર્જી આમને સામને આવી ગયા છે. ટીએમસી અધ્યક્ષ મમતા બેનર્જીએ ભાજપ સામે કડક વલણ દાખવ્યુ છે.
કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ મમતા બેનર્જીનું નિવેદન સામે આવ્યું છે.મમતાબેનર્જીએ ભાજપને ચેતવણી આપતા કહ્યું કે તેમનું નસીબ સારુ છે કે હુ શાંત બેઠી છુ. નહીતર તો હુ એક સેકંડમાં દિલ્હીમાં ભાજપની ઓફિસ અને તેમના ઘર પર કબજો કરી શકુ છુ. મમતા બેનર્જીએ અમિત શાહ પર પ્રહાર કરતાં કહ્યું કે અમિત શાહ શું ભગવાન છે કે તેમની વિરુદ્ધ કોઈ પ્રદર્શન ના કરી શકે ?
કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસાને લઈ અમિત શાહે કહ્યું કે જો સીઆરપીએફ ન હોત તો બચવું મુશ્કેલ હતું.લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂરા થઈ ગયા છે હવે સાતમો અને છેલ્લો તબક્કો બાકી છે ત્યારે બંગાળમાં હિંસાના દ્રશ્યો સામે આવ્યા છે.બેનર્જીએ આરોપ મુક્યો છે કે ભાજપ હિંસા કરાવી રહ્યું છે. ભાજપે પણ સામે આરોપો કર્યા છે કે આખા દેશમાં પણ ચૂંટણી છે તો હિંસા માત્ર બંગાળમાં જ કેમ આ હિંસા માટે ભાજપે ટીએમસીને જ જવાબદાર ગણાવી રહ્યું છે.
કોલકાતાની કોલેજમાં વિદ્યાસાગરની પ્રતિમા તોડવા મામલે અમિત શાહે પૂરાવા રૂપે તસવીરો જાહેર કરીને ટીએમસી પર આરોપ લગાવ્યો છે. અને કહ્યું છે કે વિદ્યાસાગરની પ્રતિમા ભાજપે નથી તોડી. ભાજપના લોકો બહાર રોડ પર હતા અને કોલેજનો ગેટ બંધ હતો તો પ્રતિમા કોણે તોડી. ભાજપે કહ્યું છે કે અંદર ટીએમસીના કાર્યકર હતા અને ટીએમસી ના કાર્યકરો કોલેજના ગેટની અંદરથી હિંસા ફેલાવતા હતા.
અમિત શાહે દાવો કર્યો કે પશ્ચિમ બંગાળમાં ટીએમસી ચૂંટણી હારી રહી છે. પાંચમાં ચરણ બાદ હાર સ્પષ્ટ દેખાતા હિંસા ફેલાવી રહી છે.ટીએમસી ગભરાઈ ગઈ છે. અને હિંસા પર ઉતરી આવી છે. અમિત શાહે કહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ મુકપ્રેક્ષક બનીને બેઠું છે અમિત શાહે ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.