Ajab GajabIndiaStory

ચૂંટણીમાં બ્લુ ડ્રેસવાળી ઓફિસરની તસવીરોએ ધૂમ મચાવી છે, જાણો કોણ છે એ મહિલા, જુઓ Pics

હાલમાં જ પીળી સાડી પહેરીને ચૂંટણીમાં ડ્યૂટી પર જનારા એક મહિલા ઓફિસરની તસવીરો ખૂબ જ વાઈરલ થઈ હતી. આ ઓફિસરનું નામ રીના દ્વિવેદી છે અને તેઓ લખનઉના રહેવાસી છે. લોકોએ સોશિયલ મીડિયામાં તેમની તસવીરો ખુબ જ વાઇરલ કરી હતી અને જોતજોતામાં તેઓ ફેમસ થઇ ગયા હતા. લોકો તેમની સાથે સેલ્ફી લેવા પણ પડાપડી કરતા હતા.

ત્યારબાદ જ્યારે છઠ્ઠા તબક્કાનું મતદાન હતું ત્યારે પણ એક બ્લુ ડ્રેસવાળા સુંદર પોલિંગ ઓફિસરની તસવીરોએ સોશ્યિલ મીડિયામાં ભારે વાઇરલ થઇ છે.

મહિલા અધિકારીની બ્લુ ડ્રેસવાળી તસવીર ખૂબ જ વાઈરલ થઈ હતી. યોગેશ્વરી ગોહિતે મધ્યપ્રદેશના રહેવાસી છે અને કેનેડા બેંકમાં પ્રોવિઝનલ ઓફિસર તરીકે કામ કરે છે. તેઓએ પોલિંગ ઓફિસર તરીકેની ફરજ બજાવી હતી.

યોગિશ્વરી ગોહિતેના પરિવારમાં તેમનો દીકરો રોમિલ, સાસુ છે. આ ઉપરાંત તેમના પતિ દેવેન ઓમકાર ભારતીય આર્મીમાં મેજર છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસ્વીર અંગે તેમણે કહ્યું હતું કે જ્યારે તસવીર લેવામાં આવી ત્યારે હું ડ્યૂટી પર હતી અને કામ સાથે ઓળખ મળી તો તે મારા માટે સારુ છે. મેં આ વાતને પોઝિટિવ લીધી હતી.

લોકતંત્રના મહાપર્વમાં હું પોતાનું યોગદાન આપીને ખૂબ જ ખુશ છું. ફેમસ થયેલી યોગેશ્વરી ગોહિતેએ જણાવ્યું હતું કે બેંક તરફથી મને ચૂંટણીમાં ડ્યૂટી મળી હતી.

યોગેશ્વરી ગોહિતેએ બૈતુલના ક્રિશ્ચિયન સ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કર્યું હતું. પછીથી આર્ટ્સ પ્રવાહમાંથી ગ્રેજ્યુએશન પુરું કર્યુ હતું. આ પછી તેમણે બેન્કિંગ સેક્ટરમાં જવા માટેની તૈયારીઓ કરી હતી.

યોગેશ્વરી ફિટનેસ ફ્રિક પણ છે. તેમણે જણાવ્યું હતું કે હું ફિટ રહેવા માટે રનિંગ અને સાઈકલિંગ કરું છું. આ ઉપરાંત મને યોગ કરવાનો પણ શોખ છે.

પીળી સાડીવાળી ચૂંટણી અધિકારીની આખરે ઓળખ: ફેસબૂક પર આ તસવીરને શેર કરતા કહેવામાં આવ્યું કે નલિની સિંહ નામની આ મહિલા ‘મિસિસ જયપુર’ છે.

આ સાથે ચુંટણીમાં તેમની ફરજ ઈએસઆઈ નજીક કુમાવત સ્કૂલમાં થઈ હતી. જ્યાં તેમના પોલિંગ બૂથ પર 100 ટકા મતદાન થયું છે. અધિકારીની આ તસવીરોને હજારો લોકોએ શેર કરી. પરંતુ તપાસ કરતા સામેં આવ્યું કે આ મહિલા નલિની સિંહ નથી પરંતુ કોઈક બીજું જ છે.

સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી આ તસવીરો 5 મે 2019ની છે.  ચૂંટણીના એક દિવસ પહેલાની છે. આ દિવસે રીના દ્વિવેદી લખનૌના નગરામ બૂથ નંબર 173 પર હતા. તેઓ ચૂંટણી પૂર્વ તૈયારીની તપાસ કરવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે હું તો મારી ફરજ નિભાવી રહી હતી.

Back to top button