IndiaStory

જન્મ સાથે જ બાળકીને આટલા દાંત જોઈ ડોકટરો ચોકી ગયા, પછી સર્જરી કરી દૂર કરવા પડ્યા

ઘણીવાર બાળક  જન્મે ત્યારે કોઈ ખામી પણ હોય છે.તેવો જ એક કીસ્સો બન્યો છે જેમાં એક મહિલા અને તેનો પરિવાર એ સમયે આશ્ચર્યમાં મૂકાઈ ગયા જ્યારે જોયું કે, તેમની નવજાત બાળકી બે દાંત સાથે જન્મી છે. તેમણે તાત્કાલિક ડોક્ટરોને આ અંગે જણાવ્યું. ડોક્ટરોએ સર્જરી કરાવવાની સલાહ આપી અને બાદમાં બાળકીના દાંત દૂર કરવામાં આવ્યા.

આ દાંત માતાને સ્તનપાન કરાવવામાં મુશ્કેલી ઉભી કરે છે અને બાળકની જીભ પર ચાંદી પડવાનું કારણ પણ બની શકે છે. મધુ ચંદ્રિકા નામની મહિલાએ 3 એપ્રિલ 2019એ બાળકીને જન્મ આપ્યો હતો. મધુના પતિએ જણાવ્યું કે બાળકીને દાંત આવેલા જોઈને તેમને ઘણું આશ્ચર્ય થયું.  જન્મના બીજા દિવસે અમારા ધ્યાન પર આ વાત આવી. ડોક્ટરોએ બાળકી એક મહિનાની થાય પછી આ દાંત પડાવવાની સલાહ આપી. દાંત હલવા લાગ્યા હોવાથી બાળકી દાંત ગળી જવાનો પણ ભય રહેલો હતો.

8મી મેએ સર્જરી કરી બાળકીના દાંત દૂર કરવામાં આવ્યા. મધરહૂડ હોસ્પિટલના ચીફ ડેન્ટલ સર્જનએ જણાવ્યું કે તે દૂધિયા દાંત હતા અને તેનો પૂરો વિકાસ નહોંતો થયો. હલવા લાગ્યા હોવાથી તેને દૂર કરવા જરૂરી હતા. બાળકીને સ્તનપાન કરાવવામાં માતાને તકલીફ પડી રહી હતી કેમકે બાળકી બટકું ભરી લેતી હતી.

સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમિયાન માતાના હોર્મોનલમાં ફેરફાર થવાથી કે માતાને તાવ આવી ગયો હોત તો નવજાત બાળકમાં આ પ્રકારે દાંત આવતા હોય છે.

Back to top button