India

પ્રિયંકાગાંધીને આવી રીતે જોઈ ને સિક્યુરીટી ગાર્ડ પણ ચોકી ગયા હતા, વાંચો વિગતે

લોકસભા ૨૦૧૯ ની ચૂંટણી હવે ચરમસીમા એ છે અને હવે છેલ્લા તબક્કાનું મતદાન બાકી છે ત્યારે દરેક પક્ષો પોતાના તરફથી વધુમાં વધુ સીટો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. દરેક પક્ષો પોતાના વિરોધીઓ પર મનમુકીને વરસી રહ્યા છે.

કોંગ્રેસ પક્ષમાં પ્રિયંકાગાંધી જ્યારથી સક્રિય રાજનીતિમાં આવ્યા છે ત્યારથી કોંગ્રેસ પક્ષના સારા દિવસો આવ્યા હોય એવું લોકો માની રહ્યા છે, પ્રિયંકાગાંધી એમના સારા સ્વભાવના કરને લોકોના દિલોમાં જડપથી જગ્યા બનાવી લે છે. લોકો એમને જોવા અને સંભાળવા પસંદ કરે છે. પ્રિયંકાગાંધી લોકો વચ્ચે જવાનું વધારે પસંદ કરે છે અને લોકોને સંભાળવાનું પણ એ પસંદ કરે છે.

હમણાં હમણાં એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પ્રિયંકાગાંધીએ માનવતા દાખવી હતી અને એક ટ્યુમર પીડિત દીકરીને દિલ્હી હોસ્પીટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરાવી હતી. પ્રિયંકાગાંધીના આવા જ સારા સ્વભાવને કારણે લોકો એમને પસંદ કરે છે લોકોનું માનવું છે કે પ્રિયંકાગાંધીના રાજકારણમાં આવવાથી કોંગ્રેસને ચોક્કસ ફાયદો થશે. એવામાં એક બીજો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને બધા લોકો ચોકી ગયા હતા સાથે એમના સિક્યુરીટી ગાર્ડસ પણ ચોકી ગયા હતા.

કોંગ્રેસ પક્ષના મહાસચિવ પ્રિયંકાગાંધી જયારે મધ્યપ્રદેશના રતલામમાં સભા સંબોધીને પરત આવતા હતા ત્યારે તેમનો એક અનોખો જ અંદાજ જોવા મળ્યો હતો.પ્રિયંકા આવી રહ્યા હતા ત્યારે ભીડમાંથી દીદી સેલ્ફી-દીદી સેલ્ફી ના અવાજો આવતા હતા. આ અવાજો સાંભળીને પ્રિયંકાગાંધી ૩ ફૂટ ઊંચા બેરીકેટસ કુદીને લોકોની ભીડમાં પહોચી ગયા હતા આ જોઈ ને તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને સિક્યુરીટી ગાર્ડસ પણ નવી પામી ગયા હતા.

Back to top button