ફરી હું બંગાળ જઈ રહ્યો છું, જોઈએ શું થાય છેઃમોદી , અમિત શાહ બાદ મોદીનો પડકાર
અમિત શાહ કોલકાતા ગયા પછી રાજ્યમાં રાજકીય માહોલે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. અમિતશાહના રોડશોના કારણે ભાજપ અને TMC વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ બાદ હિંસક ઘટનાઓ બની હતી જેના કારણે ચૂંટણીપંચે પ્રચારનો સમય ઘટાડવાનો નિર્ણય લીધો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ જઈ રહ્યા છે.
અમિત શાહ કોલકાતા જતા પહેલા તેમણે મમતા બેનર્જીને પડકાર ફેંક્યો હતો. એવી રીતે હવે વડાપ્રધાન મોદીએ પણ ત્યાં જતા પહેલા પડકાર ફેંક્યો છે. પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસક ઘટનાઓને લઇ મોદીએ રાજ્યના સીએમ મમતા બેનર્જીને સીધો પડકાર ફેંકયો છે.
યુપીમાં રેલીઓને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે આજે ફરી એકવખત પશ્ચિમ બંગાળમાં મારી રેલી છે. અમે જોઇએ છે કે દીદી ત્યાં મારી રેલી થવા દે છે કે નહીં. આપને જણાવી દઈએ કે અગાઉ અમિત શાહના રોડશોમા ભારે બબાલ બાદ ભાજપ અને ટીએમસીના કાર્યકરોએ હિંસક દેખાવો કર્યા હતા.
મોદીએ કહ્યું કે થોડાંક મહિના પહેલાં જ પશ્ચિમી મેદિનીપુરમાં મારી રેલીમાં ટીએમસી એ અરાજકતા ફેલાવી હતી. ઠાકુરનગરમાં એવી સ્થિતિ ઉભી થઇ હતી કે મારું સંબોધન અધવચ્ચે છોડી મંચ પરથી હટવું પડ્યું હતું. દમદમમાં રેલી છે. જોઇએ છે દીદી આ રેલી થવા દે છે કે નહીં.
સોમવારે, સરકારે અમિત શાહના હેલિકોપ્ટર માટે ઉતરાણ પરવાનગીને અટકાવી દીધી હતી અને તેમની ત્રણ રેલીઓમાંની એકની પરવાનગી પાછી ખેંચી લીધી હતી. યોગી આદિત્યનાથ દ્વારા સંબોધિત કરવામાં આવેલી રેલી માટે પરવાનગી પણ નકારી હતી. કોલકાતામાં બંને રેલી યોજવામાં આવી હતી, જે રાષ્ટ્રીય ચૂંટણીના છેલ્લા તબક્કામાં રાજ્યની આઠ અન્ય બેઠકો સાથે રવિવારે મતદાન કરે છે.
પીએમ મોદીએ સમાજ સુધારક ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવાના આરોપ ટીએમસી પર લગાવ્યા. તેમણે કહ્યું કે ટીએમસીના ગુંડાઓએ ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિને તોડી દીધી. વિદ્યાસાગર જીના વિઝન માટે સમર્પિત અમારી સરકાર, એ જગ્યા પર પંચધાતુની એક ભવ્ય મૂર્તિની સ્થાપના કરશે.
મંગળવારની હિંસાને ધ્યાનમાં રાખીને ચૂંટણી કમિશનના આદેશને ટૂંકાવીને બાંગ્લાદેશમાં આજે 10 વાગ્યે ચૂંટણી પ્રચારનો સમાપ્ત થાય છે.મમતા બેનરજીએ એવો આક્ષેપ કર્યો છે કે ચૂંટણી પંચ વડા પ્રધાનની રેલીને મંજૂરી આપીને ભાજપ રેખાને ટોન કરી રહ્યો છે.ગઈકાલે રાજ્યની એક રેલીમાં વડા પ્રધાન મોદીએ જાહેરાત કરી હતી કે એમ.એસ. બેનરજી ચૂંટણીના પરિણામથી ડરતા હોય છે અને તે “પોતાની છાયાથી ડરે છે.