BjpGujaratNews

એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે,ખાતરકાંડ પછી વધુ એક કૌભાંડ સામે આવ્યુ,જાણો વધુ

એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે,ખાતરકાંડ પછી વધુ એક કૌભાંડ સામે આવ્યુ છે.રાજ્યમાં ખાતર કૌભાંડ બાદ નકલી બિયારણ કાંડ સામે આવ્યુ છે. માણસામાં બોગસ બિયારણ મામલે તપાસ શરૂ કરી છે. માણસામાં GIDCમાં કૃષિ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. માણસામાં GIDCમાં બિયારણના 25 યુનિટ આવેલા છે. બિયારણ ડેપોમાંથી 10 થેલી બોગસ બિયારણ ઝડપાયું છે.

ગુજરાતમાં મગફળી, તૂવેર, ખાતર અને હવે બિયારણનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટના રસિકભાઈ નામના ખેડૂતે આ બોગસ બિયારણનું કૌભાંડ ખુલ્લુ પાડ્યું છે. રસિકભાઈની ફરિયાદ પછી તપાસ હાથ ધરવામાં આવી છે. આ કૌભાંડના છેક તાર માણસા સુધી પહોંચ્યા છે. માણસા GIDC માં તપાસ દરમિયાન કપાસના નકલી બિયારણનું ગોડાઉન મળી આવ્યું છે. આ નકલી બિયારણની બેગ પર GOT લખેલું છે. તપાસ દરમિયાન બિયારણ ડેપોમાંથી 10 થેલી બોગસ બિયારણ પણ ઝડપાયું છે.

કૃષિ વિભાગે આ સમગ્ર મામલે તપાસના આદેશો આપ્યા છે. કૃષિ વિભાગની ટીમે આ કૌભાંડની તપાસ હાથ ધરી છે. બિયારણ બનાવતી ફેક્ટરીમાં તપાસ કરાઈ ત્યારે હલકી ગુણવત્તા વાળુ બિયારણ મળી આવ્યુ હતું. માણસામાં GIDCમાં બિયારણના 25 યુનિટ આવેલા છે.  અહી અગાઉ પણ મંજૂરી વગરના બિયારણ મળી આવ્યા હતા. ત્યારે આ વખતે પણ તપાસ દરમિયાન બોગસ ગુણવત્તાનું બિયારણ મળી આવ્યું છે.

આ તમામ પ્રકારના કૌભાંડમાં નુકસાન ખેડૂતોને જ થાય છે. આ હલકી ગુણવત્તાના બિયારણના કારણે ખેડૂતોની ઉપજ ઓછી થઈ શકે છે. પાક નિષ્ફળ પણ જઈ શકે છે. તો ઉંચા ભાવે ખરીદવામાં આવતું બિયારણ નકલી નીકળતાં ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

માણસામાં નકલી બિયારણ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. માણસમાં કપાસનું બિયારણ પ્રોસેસ કરતી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે. વિશ્વાસ બાયો જિનેટિક કંપનીના બિયારણના નમૂના પણ લેવાયા છે. આ નમૂના લઈને ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવશે. ત્યાર પછી બિયારણની અસલ-નકલની પુષ્ટિ બાદ વધુ કાર્યવાહી કરાશે.

ગાંધીનગરના માણસામાં નકલી બિયારણનો મામલે ડીડીઓનું નિવેદન સામે આવ્યું છે.ડીડીઓએ કહ્યું કે, ખેતીવાડી અધિકારીની ટીમે માણસમાં તપાસ કરી હતી. માણસા GIDCમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

ખેડૂતો આ રીતે ઓળખી શકે છે, બિયારણ અસલી છે કે નકલી 

નકલી બિયારણમાં કોઈ લખાણ હોતુ નથી,નકલી બિયારણમાં GST નંબર ખોટો હોય છે,નકલી બિયારણની બેગમાં નિયમો લખાયેલા હોતા નથી,નકલી બિયારણ સસ્તુ મળતુ હોય છે,નકલી બિયારણની સરખામણીએ અસલી બિયારણ મોંઘુ હોય છે,નકલી બિયારણમાં બીલ પણ ખોટા હોય છે,નકલી બિયારણની બેગમાં ભળતુ લખાણ કરી ખેડૂતોને છેતરે છે,નકલીમાં GOT જ્યારે અસલી બિયારણની બેગમાં GOVT લખેલુ આવે છે.

અહી સવાલો થાય છે કે ખેડૂતોની સાથે છેતરપિંડી કોણ કરે છે ? શું GIDCમાં પણ બોગસ બિયારણ વેચાય રહ્યું છે? નકલી બિયારણ વેચીને ખેડૂતો સાથે અન્યાય કરનારા કોણ છે ? શું બિયારણમાં થઈ રહેલી છેતરપિંડીની યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થશે ? હલકી ગુણવત્તા વેચીને ખેડૂતોના પેટ પર પાટુ મારનાર ને સજા થશે ? પૈસા પૂરા લેવાના અને બિયારણમાં છેતરપિંડી કરવાની આવો અન્યાય ક્યાં સુધી ? બિયારણ બનાવતી કંપનીઓ કોના દમ પર  બેફામ બની રહી છે? શું આ કંપનીઓ પર કોઈનો અંકુશ જ નથી ? બિયારણની ચકાસણીમાં કૃષિવિભાગ શું નિષ્ક્રિય છે? શું કૃષિવિભાગના અધિકારીઓ બિયારણની ચકાસણી કરે છે ખરા? ખેડૂતોના આવા દુશ્મનોને કોણ કરશે સીધા?

Back to top button