BjpIndia

ગોડસે વિવાદ: મોદી સારે છે મગરના આંસુ, કહ્યું ‘હું સાધ્વીને કદી માફ નહિ કરી શકું

લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કાના મતદાન પહેલાં ભોપાલથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશ ભક્ત ગણાવતા વિવાદ શરૂ થઈ ગયો છે.  વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત પ્રતીક્રિયા આપી છે.  મોદીએ કહ્યું છે કે ભલે તેમણે આ વિશે માફી માંગી લીધી હોય પરંતુ હું તેમને દિલથી કદી માફ નહીં કરી શકું.

વડાપ્રધાનને તાજેતરમાં જ આપવામાં આવેલા નિવેદન વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી અને નાથૂરામ ગોડસે વિશે જે પણ વાતો કહેવામાં આવી છે તે ભયંકર ખરાબ છે.

આ વાતો સંપૂર્ણ રીતે ધૃણા સ્પદ છે. સમાજ વચ્ચે આ પ્રકારની વાતો નથી થતી.  મોદીએ કહ્યું છે કે તેમણે આ વિશે માફી માંગી લીધી હોય પરંતુ તેઓ તેમને દિલથી કદી માફ નહીં કરી શકે.

Back to top button