India

જો આવુ થયુ તો EVM નહીં પણ VVPAT નેતાઓની હાર અને જીતનો નિર્ણય કરશે, જાણો વધુ

લોકસભાની ચૂંટણીના છ તબક્કાનું મતદાન પૂરૂ થઈ ચૂક્યું છે. 19 મેના રોજ સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણીનાં પરિણામો 23 મેના રોજ આવશે. ત્યારે પરિણામ જાહેર થાય એ પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે મતદાનનાં પરિણામોમાં વિલંબ થઈ શકે છે. મતલબ એ છે કે VVPAT માં મત ગણતરી થાય તો સમય લાગી શકે છે. હવે કમિશન કહે છે કે જો ગણતરી દરમિયાન ઈવીએમ અને વિવીપીએટી માં નોંધાયેલા મતો વચ્ચે તફાવત આવ્યો તો VVPAT નાં ડેટાને ફાઈનલ ગણતરી તરીકે માનવામાં આવશે. અને એ પ્રમાણે પરિણામ જાહેર કરવામાં આવશે.

ગણતરીના સમયે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર લોકસભા મતવિસ્તારના દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી પાંચ ઇવીએમ અને એનાં સંબંધિત VVPAT માં નોંધાયેલા મત મેળવવામાં આવશે. જો કે ઉમેદવારોની માંગ પર કોઈપણ ચોક્કસ ઇવીએમ અને સંબંધિત VVPAT ની ગણતરી પણ કરી શકાય છે. મતોની ગણતરી માટે ચૂંટણીપંચ દ્વારા તમામ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓને નિતી-નિયમો આપવામાં આવ્યાં છે. અહી ઉલ્લેખનીય છે કે બધા બૂથ પર VVPAT અને EVM એકસાથે જ ઉપયોગમાં લેવામાં આવ્યાં છે.

ચૂંટણી કમિશને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ કારણોસર EVM અને VVPAT માં નોંધાયેલ ડેટા જુદો મળી આવ્યો તો VVPAT ની ગણતરીને ફાઈનલ પરિણામ તરીકે લઈને ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. ગણતરી દરમિયાન કમિશન લોટરી દ્વારા પસંદ કરેલા પાંચ VVPATની  ગણતરી કરાશે. પરંતુ જો કોઈ ઉમેદવાર કોઈ ચોક્કસ ઇવીએમ પર શંકા કરશે છે તો તે સંબંધિત VVPAT ની ગણતરી માટે ચૂંટણી અધિકારીને અરજી કરી શકે છે. ઉમેદવારો પોતે અથવા તેમના મતગણના એજન્ટ દ્વારા આ ,અતે અરજી કરી શકે છે. પરંતુ તેઓએ તેમની માગના સમર્થનમાં સખત કારણ આપવું પડશે. જો કે ગણતરી કરવા અથવા ગણતરી કરવાનો નિર્ણય લેવાનો અધિકાર સંપૂર્ણપણે ચૂંટણી અધિકારીના વિવેકબુદ્ધિ પર આધાર રાખશે.

Back to top button