GujaratIndiaStory

ઋષિકેશ: બસ ડ્રાઈવરને આવ્યો હાર્ટ અટેક અને મોત થયું, પણ બસમાં સવાર 30 ગુજરાતીઓના બચાવ્યા જીવ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે એક બસ દુર્ઘટનાનો શિકાર થતા બચી ગઈ. ગુજરાતના યાત્રીઓને લઈને ગંગોત્રી યાત્રા પર આવેલી બસના ડ્રાઈવરને અચાનક હાર્ટ અટેક આવ્યો જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું.આવી કપરી સ્થિતિમાં પણ મૃત્યુ પહેલા આ ડ્રાઈવરે 30 યાત્રીઓથી ભરેલી આ બસને રોકી લીધી અને તેમનો જીવ બચાવ્યો.

માહિતી મુજબ યાત્રા પર આવેલા સુરતના 30 યાત્રીઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.ડ્રાઈવર ભરત પંવાર ઋષિકેશનો નિવાસી હતો અને તે બસ ચલાવી રહ્યો હતો. બસ ચલાવતી વખતે અચાનક તબિયત બગડી અને તેણે સાવચેતીપૂર્વકે બસને રસ્તાની એકબાજુએ ઊભી રાખી દીધી અને યાત્રીઓના જીવ બચાવ્યા.ડ્રાઈવરની તબિયત વધુ ખરાબ થવાના કારણે  ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડ્રાઈવરને મૃત જાહેર કરવામાં આવ્યો.

Back to top button