GujaratStory

જે કામ સરકાર નહોતી કરી શકતી એ કામ આ પટેલ મહિલાએ કરી બતાવ્યું, જાણો વધુ.

જે ગામ નું નામ સાંભળીને લોકો નાક ચડાવતા હતા અને જે ગામ માં લોકો કન્યા દેવાનું કે એ ગામમાંથી કન્યા લેવાનું લોકો સપને પણ વિચારતા નહોતા એ ગામ એટલે વાડિયા ગામ જે ગામમાં હવે શરણાઈ ના સુર ગુંજી રહ્યા છે.

 

બનાસકાંઠા જીલ્લાના છેવાડે આવેલા થરાદના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ વાડિયા ગામ દેહવ્યાપારના કારણે વઘોવાયેલુ હતું. જે ગામ માં મોટાભાગની દરેક મહિલાઓ દેહ વ્યાપાર કરી અને દીકરીઓ બહેનોને પણ આ દેહવ્યાપાર કરાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ગામની મહિલાઓને સમાજીક રીતે જાગૃત કરવા સરકારે કેટલાય પ્રયાસો કર્યા હતા પણ એ નિષ્ફળ નીવડ્યા છે મહદઅંશે એમાં કોઈ જ સફળતા મળી નહોતી.

જયારે સરકારના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા ત્યારે “વિચરતી વિમુખતી જાતી મંચ” નામની સંસ્થાએ આ કામનું બીડુ જડપી લીધું.વિચારતી વિમુખતી જાતી મંચના ચેર્મેન્ચેર્મેન મિત્તલબેન પટેલે આ ગામની મહિલાઓ આ દુષણમાંથી બહાર આવે અને સામાજિક રીતે જાગૃત થઇ આગળ આવે એ દિશામાં પોતાના પ્રયાસો શરુ કર્યા.
વિચરતી વિમુખતી જતી મંચના ચેરમેન મિત્તલબેન પટેલના પ્રયાસોના કારણે આ ગામ માં સૌપ્રથમ ૨૦૧૨ માં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.અને અહીની મહિલાઓને સામાજિક માન્યતાઓ અપાવવામાં સફળતા મળી હતી અને ત્યાર બાદ મહિલાઓની સામાજિક માન્યતા દ્રઢ બની અને ત્યાર બાદ એક મહિલાના લગ્ન ધૂમધામથી સંપન્ન કરાવ્યા.અને હજી પણ આવતા વર્ષે કેટલીય દીકરીઓ પરણીને સાસરે જવાની તૈયારીઓ કરી રહી છે.

આ ગામની મહિલાઓને આ અંગે પૂછીએ છીએ તો એક જ વસ્તુ એ કહે છે અમારી પાસે પહેલા ખાવા પીવા પૈસા નહોતા, અમારા ગામ માં મિત્તલબેનના આવવાથી અમે ખેતી, પશુપાલન રહેણીકરણી દરેક બાબતે ઊંચા આવ્યા છીએ. મીત્તાલ્બેને અમારા ગામ માટે ભગવાન જેવું કામ કર્યું છે.મહિલાઓ કહે છે કે અમારા ગામની જે ખરાબ છાપ બતાવવામાં આવતી હતી એનાથી અમે બહાર નીકળી ગયા છીએ.

ગામની મહિલાઓ કહે છે કે પહેલા અમારા ગામ માં કોઈ દીલ્રી દેવા કે ગામમાંથી દીલ્કરી લેવા પણ કોઈ તૈયાર થતું નહોતું મિત્તલબેનના પ્રયાસો થી આજે ગામમાં લગ્ન થઇ રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમારા ગામની દીકરીઓના લગ્ન ધૂમધામથી થશે.

મિત્તલબેન અને એમની સંસ્થાના અથાગ પ્રયાસોથી ગામની કાયાપલટ થઇ ગઈ છે અને સામાજિક સુધારો પણ ખુબ જ આવ્યો છે.અને લોકો હવે પોતાની દીકરીઓને શીખન તરફ વાળી રહ્યા છે. આ વાડિયા ગામના માથે લાગેલું દેહવ્યાપારનું કલંક હવે ભુસાતું જઈ રહ્યું છે.

આ ગામની મહિલાઓ સ્વમાનભેળ જીવી શકે અને પોતાના જીવન નિર્વાહમાટે કૈક કરી શકે એ માટે ૮૦ લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવી રહી છે.આ ગામમાં પાણી અને આરોગ્યને લગતા તમામ બાબતોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

૨૦૧૨ થી શરુ થયેલા મીત્તાલબેન અને એમની સંસ્થાના અથાગ પ્રયત્નોથી આજે ગામમાં ખુબજ સુધાર આવ્યો છે. આટલો બધો બદલાવ સરકારના પ્રયત્નોથી પણ આવ્યો નહોતો, મિત્તલબેનનું આ સામજિક કાર્ય ખરેખર વંદન ને પાત્ર છે.

Back to top button