BjpIndiaNarendra Modi

નરેન્દ્ર મોદી બંધ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, કેટલાક પત્રકારોને ઘૂસવા નથી દેવામાં આવી રહ્યા: રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પ્રેસ કોન્ફરન્સ કરી. ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોએ જણાવ્યું કે, ભાજપ પણ મીડિયા સાથે વાત કરી રહ્યો છે.તો રાહુલ ગાંધીએ કહ્યું કે, વેરી ગુડ વડાપ્રધાનની પહેલી પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પરિણામના ચાર-પાંચ દિવસ પહેલા થાય છે.  અમિત શાહની સાથે વડાપ્રધાન પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળ્યું છે કે દરવાજા બંધ કરી દેવાયા છે અને કેટલાક પત્રકારોને ઘૂસવા નથી દેવામાં આવી રહ્યા. બંધ રૂમમાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે.

મારી પ્રેસ કોન્ફરન્સમાં સુધારો થઈ ગયો છે અને તે તમારા કારણે છે.તેમણે કહ્યું કે,હું પણ પીએમ મોદીને સવાલ પૂછવા માગું છું કે, તમે રફાલ પર જવાબ કેમ ન આપ્યો. અનિલ અંબાણીને જનતાના રૂપિયા કેમ આપ્યા. તમે મારી સાથે ડિબેટ કેમ ન કરી?

રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજીની ફિલોસોફી હિંસાની છે, ગાંધીજીની નથી.જનતા 23 મેએ જે નક્કી કરશે તેના આધાર પર કામ કરીશું. એ પહેલા હું તેના વિશે કંઈ નહીં બોલું. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવતા કહ્યું કે પંચે બાયસ્ડ રીતે કામ કર્યું છે.  મોદી જે કંઈ ઈચ્છે છે બોલી દે છે અને એ જ વાત માટે બીજાને ટોકવામાં આવે છે. પક્ષપાત ચોક્કસ દેખાઈ રહ્યો છે. મને લાગે છે કે આ સમગ્ર ચૂંટણીનું શિડ્યૂલ નરેન્દ્ર મોદીજીના કેમ્પેનિંગ માટે બનાવાયું છે.તેમની પાસે અનલિમિટેડ રૂપિયા, ટીવી ચેનલ બધું છે અને અમારી પાસે માત્ર સત્ય છે.

આ ચૂંટણી રફાલના ભ્રષ્ટાચાર, રોજગારી, ખેડૂતોની હાલત, ઈકોનોમી, જીએસટી અને નોટબંધી પર થઈ અને તેના પર જવાબ જ ન અપાયો. તમે અમને દરેક સવાલ પૂછો છો કે ન્યાય માટે રૂપિયા ક્યાંથી આવશે. મોદીજીને પૂછવામાં આવ્યું કે બાલાકોટ વિશે જણાવો અને મોદીજીએ કહ્યું કે હવામાન ખરાબ છે રડાર નહીં પકડી શકે.’

રાહુલે કહ્યું કે મોદીજીના માતા-પિતાનો આદર કરું છું અને હું તમને નફરતના બદલામાં પ્રેમ પાછો આપીશ. જો તેમના માતા-પિતાએ કંઈ ખોટું પણ કર્યું તો પણ હું તેમના માતા-પિતા વિશે નહીં બોલું, પરંતુ તે અમારા વિશે ગંદુ બોલવા ઈચ્છે છે તો તે તેમના ઉપર છે.

આપને જણાવી દઈએ કે વડાપ્રધાન તરીકે 5 વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સામે બેઠા હતા. સૌને આશા હતી કે આજે તો મોદીજી પત્રકારોના સવાલોના જવાબ આપશે. પરંતુ કોઈ સવાલનો જવાબ આપ્યો નહીં.  ભાજપ અધ્યક્ષ અમિત શાહ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના હતા પરંતુ મોદી ત્યાં પહોંચી ગયા. મંચ પરથી જાહેરાત કરાઈ કે મોદીની હાજરી છતાં સવાલોના જવાબ પક્ષપ્રમુખ અમિત શાહ જ આપશે. દરમિયાન અમિત શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપને 300થી વધુ બેઠકો મળશે.

Back to top button