CrimeGujarat

જામનગર: જેલમાં સંબંધીને ટિફિન આપવા જઈ રહેલા યુવાનને સરાજાહેર વેતરી નખાયો

જામનગરના સતત વ્યસ્ત રહેતા સાત રસ્તા નજીક જાહેરમાં એક યુવાનની હત્યા થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.  તાજેતરમાં જ શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં બે કાકાએ પોતાના ભત્રીજાની હત્યા નીપજાવી હતી. ત્યાર બાદ હત્યાનો બીજો મોટો કેસ સામે આવ્યો છે. મૃતક યુવાનનું નામ દિપક જોઈસર હોવાનું જાણવા મળ્યું હતું.  અજાણ્યા શખસોએ દિપકને અટકાવીને તિક્ષ્ણ હથિયારોના અનેક ઘા મારીને હત્યા કરવાનું સામે આવ્યું છે.

દિપક પોતાના ઘરેથી જામનગર જિલ્લા જેલમાં ટિકિન આપવા માટે જઈ રહ્યો હતો.  દરમિયાન અજાણ્યા શખસોએ આવીને દિપકને તિક્ષ્ણ હથિયારના ઘા મારી દીધા હતા. ઘટનાની જાણ થતા સિટી બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી દીધી હતી. હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઉપરાંત 108ની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

બીજી બાજુ મૃતકના પરીવારજનો પણ દોડી આવ્યા બાદ પુત્રને નિહાળીને તેની માતા પણ બેહોશ થતા  108 મારફતે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. પોલીસે હત્યારાના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button