Gujarat

ધારાસભ્ય લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા નીકળી CM સહિતના નેતાઓ હાજર રહ્યા,જુઓ ફોટા

લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને હાલના ટંકારાના ધારાસભ્ય લલિત કગાથરાના યુવાન પુત્રનું અકસ્માતમાં ગઈકાલે મોત નિપજ્યું હતુ.  કગથરાનો પુત્ર વિશાલ કગથરા સહિત પરિવારજનો પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા ત્યાં આ કરુણ દુખદ બનાવ બન્યો હતો.

પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની આજે અંતિમયાત્રા નીકળી છે. લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ જોડાયા છે.

અકસ્માતમાં લલિત કગથરાના બે પુત્રો પૈકી એક પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો જેનાથી પરિવાર અને એમના સમર્થકોમાં અત્યારે શોકની લાગણી છે.

આ ઘટના અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ સમાચાર ન માની શકાય તેવા ખુબજ હતા. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું. ખૂબ જ દુ:ખદ બનાવ છે. કોઇને ત્યાં ભગવાન આ પ્રકારનું દુ:ખ ન આપે. નાની ઉંમર અને ઓચિંતું અકસ્માતમાં મૃત્યુ આ દુ:ખની કલ્પના કરવી પણ અઘરી છે. પરિવાર પર આ આવેલા એકાએક દુખની ઘટના થી ઘુબ જ દુખ થયું આ એક ખુબ જ દુખદ ઘટના છે એવું સીએમ રુપાણીએ કહ્યું હતું

આ સાથે જ સીએમ રૂપાનીએ કહ્યું કે લલિતભાઇ અને ઇલાબહેન પર દુ:ખના વાદળો તૂટી પડ્યા હોય તેવી ઘટના છે. લલિતભાઇ અને ઇલાબહેન સાથે મારા જૂના અને ગાઢ પારિવારીક સંબંધો છે. હું મેયર હતો ત્યારે ઇલાબહેન ભાજપના કોર્પોરેટર હતા. મારા તો પાડોશી છે. ભગવાન તેની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુ:ખ ઝીલવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.

Back to top button