GujaratIndiaNews

સુરેન્દ્રનગરના સોની પરિવારની કાર 4 ગુલાંટ મારી 15 ફૂટ ઊંડી ખાઇમાં ખાબકી : 2નાં મોત અને 4 ઘાયલ

ઉદેપુર: પિંડવાડા નજીક રવિવારે સુરેન્દ્રનગરના સોની પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. ફોરલેન હાઈ-વે પરના વળાંક પર કાર ચાલકે કાબૂ ગુમાવતાં કાર  પલટી ખાઈને 15 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં અને 4 વ્યક્તિની હાલત ગંભીર છે.

માહિતી અનુસાર સુરેન્દ્રનગરના વિશાલ ઘનશ્યામભાઈ સોની પત્ની અમી તથા પરિવાર સાથે રવિવારે ઉદેપુરથી પિંડવાડા તરફ આવી રહ્યા હતા. 12 વાગ્યા આસપાસ વળાંક ખાતે પૂરપાટ દોડતી કાર પરથી ચાલક નીકેશ કુમારે કાબુ ગુમાવ્યો હતો.  કાર રોંગ સાઇડમાં જઈને 4 પલટી ખાઈ ગઈ હતી અને ઊંડી ખાઈમાં ખાબકી હતી.

ખાઈમાં પટકાતાં કારનો એટલી હદે કૂચો વળી ગયો હતો અને કારમાં બેઠેલા તમામ મુસાફરો બહાર નીકળી શક્યા નહોતા.  આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. લોકોએ કારના દરવાજા તોડીને તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં દેવ વિશાલ સોની અને અમી નીકેશ કુમારનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું। ઈજાગ્રસ્તોને સ્થાનિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ખાઈમાં પટકાતાં કારનો એટલી હદે કૂચો વળી ગયો હતો કે કારમાં બેઠેલા તમામ મુસાફરોને દરવાજા તોડી બહાર નીકાળવાની ફરજ પડી હતી.

Back to top button