GujaratIndiaInternational

અમેરિકા ભણવા ગયેલી વડોદરાની દીકરી એક મહિનાથી ગુમ

અમેરિકા ભણવા ગયેલી વડોદરાની માયુષી ભગત નામની વિદ્યાર્થીનીએક મહિનાથી ન્યૂ જર્સી ખાતેથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થઇ ગઇ છે. આજ સુધી આ વિદ્યાર્થીનો કોઇ જ પત્તો નથી. મળતી પ્રમાણે વડોદરાના પાણીગેટ પાસે આવેલા ઓમનગર ખાતે રહેતા વિકાસભાઇ ભગતની દિકરી માયુષી અભ્યાસ પૂરો કર્યા બાદ પારૂલ યુનિવર્સિટીમાં ડિપ્લોમાં કર્યું હતું.  વડોદરા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી ખાતે ડિગ્રી મેળવી હતી. પછી 2016માં માસ્ટર કરવા માટે અમેરિકા ગઇ હતી.

અમેરિકા ખાતે વધુ અભ્યાસ માટે ગયેલી માયુષીએ અમેરિકાની યુનિ ઓફ ન્યૂ હેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો. બિનનિવાસી ભારતીયોની વધુ વસ્તી ધરાવતા જર્સી સિટી ખાતે માયુષી રહેતી હતી. ગત ૨૯મી એપ્રીલથી માયુષી રહસ્યમય ગૂમ થઇ ગઇ હતી. જેનો આજદિન સુધી કોઇ પત્તો મળ્યો નથી.  આ અંગેની તેના પરિવારજનોને જાણ થતાં તેઓ  ચોંકી ઉઠ્યા હતા. અમેરિકા સ્થિત તેના પરિવારજનો દ્વારા પોલીસને આ મામલે રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં આજ સુધી પોલીસ તરફથી કોઇ જ હકારાત્મક સંદેશ મળ્યો નથી.

Back to top button